વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે સિહોર પ્રાંત કચેરીમાં મળેલી બેઠક

1172

તા. ૨૧ જુન વિશ્વ યોગ દિવસ ની ઉજવણી નિમિતે સમગ્ર દેશ જોડાઈ રહ્યો છે ત્યારે સિહોર તાલુકામાં ઉજવણી સંદર્ભે સિહોર તાલુકા ડે કલેકટર ઝંકારના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરીના આયોજન સભાખંડ ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નક્કી કરાયા અનુસાર સિહોર તાલુકા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવણીનો કાર્યક્રમ એલડી મુનિ સ્કૂલ ગ્રાઉન્ડ જે જે મહેતા સ્કૂલ ગ્રાઉન્ડ  પર યોજાશે તેમજ તાલુકા મથકોએ પણ આ કાર્યક્રમ કરવામાં આવશે તે થકી છેવાડાના માનવી સુધી યોગ થકી થનારા લાભો વિશે જાણકારી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ, નહેરૂ યુવા કેન્દ્ર, જૈન જાગ્રુતિ સેન્ટર, બ્રહ્માકુમારીઝ, ગાયત્રી પરિવાર, સમર્પણ ધ્યાન કેન્દ્ર, લાયન્સ ક્લબ, વ્રુદ્ધાશ્રમ સહિતની સંસ્થાઓનો સહયોગ રહેશે. કાર્યક્રમ સ્થળે સેનીટેશન સુવિધા, સ્ટેજ, પાર્કિંગ સહિતની સગવડ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તા. ૧૪ જુન થી આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવશે. આ બેઠકમાં ડે કલેકટર ઝંકાર, મામલતદાર આંબલિયા, તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ ગોહિલ, તાલુકા રમત ગમત અધિકારી સહિત તાલુકા સમાજ સુરક્ષા અધિકારી સહિત વિવિધ વિભાગ સંબંધિત કચેરીના અધિકારી કર્મચારી હાજર રહ્યા હતા.

Previous articleઢસામાં અસામાજીક પ્રવૃત્તિ કરનાર ઉપર નજર રાખશે તીસરી આંખ !
Next articleટેન્કરથી ઠાલવાતુ કેમીકલ યુક્ત પાણી