ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પિતા-પુત્રીનાં ઘટનાસ્થળે મોત

1485

શહેરના પ્રવેશ દ્વાર નારી ચોકડી પાસે આજે બપોરના સુમારે એક કાળમુખા ટ્રકએ એક આશાસ્પદ યુવાન તથા તેની માસુમ પુત્રીને અડફેટે લેતા ગંભીર ઈજાને લઈને નિર્દોષ પિતા-પુત્રીનું ઘટનાસ્થળે સ્થળે પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યુ હતું.

શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ નારી રોડ પર પીપરવાળા ચોકમાં રહેતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતા વિપ્ર યુવાન શૈલેષ ચંદુભાઈ રાવલ ઉ.૩૫ આ યુવાનની બેનના બે દિવસ પૂર્વે લગ્ન યોજાયા હતા જેમા તેના ઘરે નેસડા ગામેથી એક સ્વજન પણ આવેલા હોય તેમને આજે સવારે શૈલેષ કુંભારવાડાથી નેસડા ગામે હિરો સાઈન બાીક નં. જીજે ૪ સીઈ ૯૯૪૦ લઈને મહિલાને મુકવા માટે ગયો હતો જયાથી પરત શૈલેષ તથા તેની ૩ વર્ષીય પુત્રી સંધ્યા કુંભારવાડા પરત ફરિ રહ્યા હતા તે વેળા નારી ચોકડી સર્કલ પાસે યુવાન નારી તરફ વળાંક વળી રહ્યો હતો તે વેળા બાઈક પાછળમાં તેલ સાંઢ માફક આવી રહેલ પ્લાસ્ટીક વેસ્ટ ભરીને ટ્રક નં.જીજે ૦૭ યુયુ ૫૪૫૪ના ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાન શૈલેષ તથા તેની પુત્રી રોડ પર પટકાતા ગંભીર ઈજાને લઈને તેમનું ઘટનાસ્થળે કરૂણમોત નિપજ્યા હતા આ બનાવને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા આ અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન સાથે નાસી છુટ્યો હતો પરંતુ લોક સતર્કતાના કારણે આજ રોડ પર પેટ્રોલીંગ પર રહેલ પીસીઆર વાનને જાણ કરાતા પોલીસે તુરંત ટ્રકનો પીછો કરી નાસી ગામથી થોડે દુરના અંતરેથી ટ્રકને આંતરી ડ્રાઈવરને વાહન સાથે પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો આ ઘટના સમયે ડ્રાઈવર નશામાં ચકચૂર હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે મૃતક પિતા પુત્રીને પી.એમ. અર્થે વરતેજ સીએચસી સેન્ટરમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી વધુમાં એવુ પણ જાણવા મળ્યુ છે કે મૃતકને પરિવારમાં બે પુત્રી તથા પત્ની જ છે જેમા એક પુત્રીનું અવસાન થતા શૈલેષની પત્ની તથા દોઢ વર્ષીય પુત્રી નોંધારા બની જવા પામ્યા છે. આ ઘટનાને પગલે બ્રહ્મ સમાજમાં ઘેરા શોકનું મોજુ ફરિ વળ્યુ છે.

Previous articleઅખલોલ પાસે જુગાર રમતા ૮ શખ્સો ૮૦ હજારનાં મુદ્દામાલ સાથે ઝડપાયા
Next articleનિગાળા-૧ નજીક અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઈવર ઝડપાયો