નવાપરા રોડ પર ટ્રાફીક પોલીસે ફરી એક વખત સફાયો કર્યો

1318

આગામી અષાઢી બીજના રોજ નિકળનારી રથયાત્રા નિમિત્તે પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. શહેરભરમાં વાહન ચેકીંગ રથયાત્રા રૂટ પર નિરીક્ષણ તનેમજ ટ્રાફીકને અડચણરૂપ લારી-ગલ્લા, ગેરકાયદે પાર્કિંગ કરેલા વાહનો ડીટેઈન સહિતની કામગીરી હાથ ધરી છે ત્યારે શહેરના નવાપરા રોડ પર આજે ફરી એક વખત ટ્રાફીક પોલીસ મથકના પીએસઆઈ સેંગલ તથા સ્ટાફ દ્વારા સફાયો કરાયો હતો અને રોડ પર ગેરકાયદે પાર્ક કરેલ ૭ ટ્રક, ચાર ફોરવ્હીલ, ૭ રીક્ષાઓ અને ટુ-વ્હીલ વાહનો પર કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં રીક્ષાઓ, એક ટ્રક, એક ફોરવ્હીલને ડીટેઈન કરાઈ હતી અને અન્ય વાહનનો સ્થળ પર રૂા.૧૬પ૦૦ના દંડની વસુલાત કરાઈ હતી. નવાપરા રોડ પર વારંવાર થતા ગેરકાયદે પાર્કિંગથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય છે ત્યારે તંત્ર દ્વારા કામગીરી કરતા લોકોએ રાહત અનુભવી હતી.

Previous articleજેસરના તાંતણીયા ગામે શંકાસ્પદ રીતે ફરી રહેલ યુવકને ગ્રામજનોએ લમધાર્યો
Next articleદામનગર કોલેજ ખાતે પોલીસ પરિવાર દ્વારા માહિતી સેમિનાર યોજાયો