પ્લાસ્ટીક પ્રકરણે ભાવનગર મહાપાલિકા દ્વારા કેટલાક દિવસ સુધી નિર્દોષ વેપારીઓ સામે ધોકા પછાડી શૂરાતન દર્શાવી કામગીરી કર્યાનો સંતોષ માન્યો પરંતુ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું ઉત્પાદન બંધ કરવું જરૂરી હોવાનો એકસુર જાગૃત જનતાએ વ્યકત કર્યો છે. ભાવનગર મહાપાલિકા દ્વારા તાજેતરમાં પર્યાવરણ પર ગંભીર ખતરો સાથે વ્યાપક પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવતા પ્લાસ્ટીક જેમાં ર૦ માઈક્રોનથી ઓછી ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટીકના વેચાણ તથા ઉપયોગ પર કડક અમલવારી સાથેનું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ હતું. સાથો સાથ એક સપ્તાહ સુધી ચેકીંગના નામે શહેરમાં નાના-મોટા વેપારીઓ પર આકરી તવાઈ સાથે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ વપરાશ કરતા આસામીઓ પર કાયદેસરની કાર્યવાહી કર દંડ સહિતની કામગીરી કરી હતી. અને અધિકારીગણએ જાહેરનામાનો ચુસ્ત અમલ કરાવ્યાનો અહેસાસ અનુભવ્યો હતો. પેટીયુ રળતા ગરીબ અને મધ્યમ વર્ગીય વેપારીઓ પણ બસો- પાંચસોનો ધંધો જતો કરી પ્લાસ્ટીકના આપી મન મોટુ રાખ્યું હતું. પરંતુ આવા જાહેરનામા તથા દંડાત્મક કાર્યવાહી થકી સમસ્યા ઉકેલાઈ નથી પાણીના પાઉચ બંધ કર્યા તો તેના સ્થાને રૂા. ૧૦ની પાણીની બોટલનો સરાજાહેર ઉપયોગ શરૂ કર્યો. વ્યવસાયી વહેવાર તથા લોક માંગને લઈને વેપારીઓ છાને ખુણે પણ પ્લાસ્ટીકનો વપરાશ આજે પણ છુટથી કરે જ છે. જાગૃત લોકો તથા વેપારીઓના જણાવ્યા અનુસાર રાજયના ખુણે ખાચરે તથા શહેરની ગલીએ ગલીએ પ્લાસ્ટીકના પાઉચમાં પેક વિવિધ બ્રાન્ડના નમકીન તથા અન્ય ખાદ્ય સામગ્રી પ્લાસ્ટીકના પાઉચમાં જ ઉપલબ્ધ છે તો તેના વિરૂધ્ધ આજ દિન સુધી કોઈ કાર્યવાહી શા માટે કરવામાં નથી આવી રહી ? પ્રતિબંધીત પ્લાસ્ટીકનું ઉત્પાદન પર પ્રાંતમાં જ થાય છે અને ઉત્પાદન કર્તા લોકો રાજનેતા અથવા નેતાના મળતીયાઓ જ હોય છે તો ઉત્પાદન બંધ કે તેની રાજયમાં આપાત પર પ્રતિબંધ શા માટે મુકવામાં નથીઅ ાવી રહ્યો ? આ પ્રકારે સવાલો જાગૃત જનતા તંત્રને કરી રહી છે.
















