ચોરાઉ સાયકલ અને મોબાઈલ સાથે ક.પરાનો ‘ચરખી’ જબ્બે

1420

શહેરના બાર્ટન લાઈબ્રેરી પાસે માજીરાજ સ્કુલ નજીકથી કરેલ પર્સની ચોરીમાં એલસીબી ટીમે કરચલીયાપરા વિસ્તારના ગોપાલ ઉર્ફે ચરખીનો સાયકલ તથા મોબાઈલ સાથે મામાકોઠા રોડ પરથી ઝડપી લીધો હતો.

ભાવનગર, એલસીબી સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ભાવનગર, દિવાનપરા, ગજ્જરના ચોક પાસે આવતા પો.કોન્સ. શક્તિસિંહ ગોહિલ તથા જયદિપસિંહ ગોહિલને સંયુક્ત બાતમી રાહે હકિકત મળેલ કે, ગોપાલ ઉર્ફે ચરખી પ્રવિણભાઈ યાદવ રહે.કરચલીયાપરા, બજરંગ અખાડા પાછળ, ભાવનગરવાળો ચોરાઉ પોપટી કલરની સાયકલ તથા મોબાઈલ ફોન સાથે મામાકોઠા રોડ પાસે અંબિકા કન્યા શાળા સામે ઉભેલ છે જેથી બાતમીવાળી જગ્યાએ આવતા ગોપાલ ઉર્ફે ચરખી પ્રવિણભાઈ યાદવ મળી આવેલ તેની પાસેથી હરક્યુલસ સાઈકલ તથા મોબાઈલ નંગ-૧ મળી આવેલ. જે અંગે તેની પાસે આધાર-પુરાવા માંગતા નહીં હોવાનું જણાવેલ. જેથી મોબાઈલ કિ.રૂા.૩૦૦૦ તથા સાયકલ-૧ કિ.રૂા.પ,પ૦૦ મળી કુલ રૂા.૮,પ૦૦નો મુદ્દામાલ શક પડતી મિલ્કત ગણી સીઆરપીસી કલમ-૧૦ર મુજબ પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ. મજકુરને સીઆરપીસી કલમ ૪૧ (૧) ડી મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. ઈસમની પૂછપરછ કરતા આજથી પોણા બે માસ પહેલા બાર્ટન લાઈબ્રેરી પાછળ, માજીરાજ સ્કુલમાંથી પર્સની ચોરી કરેલ તે ચોરીમાં મોબાઈલ મળેલ હોવાનું જણાવેલ. જે અંગે ગંગાજળીયા પો.સ્ટે.માં ગુન્હો દાખલ થયેલ હોય. જેથી તેને ગંગાજળીયા પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ.

Previous articleજાફરાબાદ પંથક પૌરાણી મંદિરનું નવ નિર્માણ કરાવતા પુર્વ ધારાસભ્ય
Next articleટ્રક-ટેમ્પા વચ્ચે અકસ્માત