દારૂ વેચાણના ગુનામાં લાકડીયા ગામના શખ્સને પાસામાં ધકેલાયો

1411

ઘોઘા પોલીસ મથક તળે આવતા લાકડીયા ગામે રહેતો શખ્સ અગાઉ દારૂના વેચાણ અંગેના ગુનામાં પકડાયેલ જેની ઘોઘા પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત કરાતા જે મંજુર થતા પોલીસે શખ્સની અટકાયત કરી સુરત ખાતે મોકલવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ અધિક્ષક પી.એલ. માલ તથા એમ.એચ. ઠાકર, નાયબ પોલીસ અધિક્ષકએ આગામી રથયાત્રા અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અગાઉ પકડાયેલ ઈસમો વિરૂધ્ધ પાસા-હદપારીના પગલા લેવા સુચના કરતા ઘોઘા પોલીસ સ્ટેશનના પો.સબ. ઈન્સ. એસ.એમ. રાણા તથા પો.સ્ટાફના માણસોએ અગાઉ પ્રોહિબીશનના ગુન્હામાં પકડાયેલ ઈસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત કરતા ઘોઘા તાલુકાના લાકડીયા ગામના પ્રહલાદસિંહ ઉર્ફે કાનભા અગરસિંહ ગોહિલ વિરૂધ્ધ પાસા વોરંટ ઈસ્યુ થતા આજરોજ ઘોઘા પો. સ્ટેશનના પો.સબ. ઈન્સ. એસ.એમ. રાણા તથા હેડ કોન્સ. અશ્વિનસિંહ ચુડાસમા, પો.કોન્સ. ભગીરથસિંહ ગોહિલ, પો.કોન્સ. અજીતસિંહ મોરી, પો.કોન્સ. દશરથસિંહ ગોહિલ, પો.કોન્સ. કૃષ્ણરાજસિંહ ગોહિલ, પો. કોન્સ. મહાવિરસિંહ વાઢેર વગેરે સ્ટાફના માણસોએ આરોપીને પકડી પાડી પાસા વોરંટની બજવણી કરી સુરત ખાતે મોકલવા તજવીજ કરેલ.

Previous articleપીપાવાવ જમીન મુક્તિ આંદોલનને સફળતા રાજ્ય સરકારના આદેશથી દબાણો હટાવાયા
Next articleલુટના આરોપીઓનું પોલીસે ભર બજારમાં સરઘસ કાઢ્યુ