રાજદ્રોહ કેસ, હાર્દિકની મુશ્કેલીમાં વધારો, ૬ જુલાઇએ સુનાવણી

1453

રાજદ્રોહના કેસના મામલે હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. સરકાર તરફથી હાર્દિકની સામે અરજી કરવામાં આવી છે. કોર્ટ કાર્યવાહીમાં સતત ગેરહાજર રહેતા સરકારી વકિલે કોર્ટમાં અરજી કરી છે. હાર્દિક સામે બિનજામીન પાત્ર વોરંટની સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. બિનજામીન પાત્ર વોરંટ પર ૬ જુલાઇએ સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધાયેલી છે, જેમાં તે જામીન ઉપર છૂટેલો છે.  ગુજરાતમાં પાટીદાર સમુદાય માટે અનામતની માંગ કરીને જોરદાર આંદોલન છેડીને દેશભરમાં ખળભળાટ મચાવનાર પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે પોલીસે રાજદ્રોહનો કેસ દાખલ કરાયો હતો.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલા ખનીજ ચોરી પ્રકરણે ૬ આરોપીઓ ઝડપાયા