ઉમણીયાવદરના યુવાનની હત્યા કરનાર આરોપીને ઝડપી લીધો

2402

મહુવાનાં ઉમણીયાવદર ગામ પાસે માલણનદીમાં બાવળની કાંટમાંથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવે હતી બનાવ અંગે મૃતકના ભાઈએ નોંધાવેલી ફરીયાદના આધારે મહુવા પોલીસે હત્યાના આરોપીને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ મહુવાનાં ઉમણીયાવદર ગામે રહેતા ગભાભાઈ સીધીભાઈ વાઘેલા ઉ.૨૦ની ગઈકાલે માલણનદીમાં બાવળની કાંટમાંથી હત્યા કરાયેલી હાલતે લાશ મળી આવી હતી બનાવ અંગે મૃતકના મોટાભાઈ ભાવેશભાઈએ મહુવા પોલીસમાં ઉમણીયાવદર ખાતે રહેતા કિશન ડાયાભાઈ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે કિશનને કોટુબીંક મહિલા સાથે મૃતક યુવાનને આડા સંબંધ કરતા કોટુબીંક મહિલા સાથે મૃતક યુવાનને આડા સંબંધની શંકા હતી જે બાબતે તિક્ષણ હથીયારો વડે હુમલો કરી હત્યા કરી હોવાનું જાણવા મળ્યુ હતું.

Previous articleપાલીતાણામાં પ્રથમ વરસાદે રસ્તાઓ ઉપર પાણી ભરાયા
Next articleરથયાત્રા સંદર્ભે કલેક્ટરે મિટીંગ યોજી