જમાદાર શેરીનાં જનરલ સ્ટોરમાંથી રૂા.૩.૫૦ લાખની સીગારેટની ચોરી

1794

શહેરના પીરછલ્લા શેરી, જમાદાર શેરી વિસ્તારમાં આવેલ જનરલ સ્ટોરનાં શટરના તાળા નકુચા તોડી તસ્કરો રૂા.સાડા ત્રણ લાખની સીગારેટના પેકેટ લઈ છુમંતર થઈ ગયા હતાં વાંરવાર થતી ચોરીઓથી વેપારીઓમાં રોષ ફેલાયો છે.

પ્રાપ્ત વિગત મુજબ શહેરની જમાદાર શેરીમાં આવેલ સાંઈબાબા જનરલ સ્ટોર પેઢી ધરાવતાં સીંધી વેપારી દિલીપભાઈ મોહનભાઈ ગોકવાણી પાન-માવા અને સીગારેટના હોલ સેલ વેપારી છે.

ગતરાત્રીના કોઈ અજાણ્યા તસ્કરોએ દુકાનના શટર તોડી અંદર પ્રેવશ કરી રૂા.૩.૫૦ લાખની સીગારેટના પેકેટો લઈ ગયા હતા તસ્કરોએ આ જનરલ સ્ટોરને ત્રીજી વખત નીશાન બનાવતા અને વિસ્તારમાં વાંરવાર ચોરીના બનાવો બનતા વેપારીઓમાં રોષ ફેલાયો છે બનાવની જાણ થતાં સ્થાનીક પોલીસ સ્ટાફ દોડી જઈ બનાવ અંગેની તપાસ હાથ ધરી હતી.

Previous articleવાઘવદરડા-ખારી રોડ પરથી દિપડાનો મૃતદેહ મળી આવ્યો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે