અમદાવાદ ગેંગરેપ કેસ : ક્રાઇમ બ્રાન્ચના એડિ.સી.પી. જે.કે. ભટ્ટને તપાસમાંથી મુક્ત કરાયા

1273

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં યુવતી ઉપર થયેલા ગેંગરેપમાં પીડિતાએ ક્રાઇમ બ્રાન્ચની ટીમના એડિશનલ સી.પી જેકે ભટ્ટની કામગીરી ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેકે ભટ્ટની પૂછપરછની કામગીરી ઉપર પણ પ્રશ્નો ઉઠાવતા મીડિયા સમક્ષ રજૂ થઇ હતી. તો બીજી તરફ પોલીસ કમિશ્નરે પણ કેસમાં તટસ્થ તપાસ થાય તેવો વિશ્વાસ અપાવ્યો હતો. જોકે, જેના ઉપર આરોપો થતા હતા એ ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સી.પી. જેકે ભટ્ટે પોલીસ કમિશ્નરને પત્ર લખીને મૂક્ત કરવા માટે જણાવ્યું હતું. ભટ્ટની આ માંગઇને ગ્રાહ્ય રાખીને પોલીસ કમિશ્નરે અમદાવાદ ઝોન -૪ના મહિલા ડી.સી.પીને કેસની તપાસમાં જોડ્‌યા છે. આ ઉપરાંત પોલીસ કમિશ્નરે પોતાની સીધી દેખરેખ હેઠળ તપાસ કરાશે.

અમદાવાદ પોલીસ કમિશ્નર અનુપકુમાર સિંઘે  આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, સેટેલાઇટ ગેંગરેપની ઘટનાની ફરિયાદની ગંભીરતા સમજીને આ તપાસ ક્રાઇમ બ્રાન્ચની વિશેષ ટીમને સોપવામાં આવી છે. આ ટીમમાં ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ જેકે ભટ્ટ, એડિશનલ ડી.સી.પી. પન્ના મોમાયા અને ડી.સી.પી. દિપન ભદ્રેનની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે, પીડિતા દ્વારા મીડિયા સમક્ષ આવીને એડિશનલ સી.પી. જે કે ભટ્ટ ઉપર આરોપ કરવામાં આવ્યા છે. જોકે, નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ થાય તે માટે સ્વૈચ્છિક તપાસ થાય તે માટે જે કે ભટ્ટે સ્વૈચ્છિક મુક્ત થવા વિનંતી કરાઇ છે. તે વિનંતીને ગ્રાહ્ય રાખવામાં આવી છે. સિંઘે  જણાવ્યું હતું કે, હવેથી આ તપાસ તેની સીધી દેખરેખ હેઠળ ખાસ ટીમ દ્વારા કરાશે. પીડિતાને તપાસ દરમિયાન કોઇ અગવડતા ન થાય તે માટે મહિલા ડી.સી.પી શ્વેતા શ્રીમાળીને તપાસ ટીમમાં જોડવામાં આવ્યા છે. આ કેસની તપાસ ઝડપથી ચાલી રહી છે. અને ટૂંક સમયમાં પૂર્ણ પણ કરીશું.

Previous articleગુજરાતની આઈ ક્રિએટ સાથે ઇઝરાયેલના ત્રણ કરાર થયા
Next articleઅમદાવાદ ગેંગરેપ : પીડિતાના વકીલની HCમાં CBI તપાસની માંગ