બોટાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખનું સન્માન કરાયું

966

ગઢડા તાલુકાના જલાલપુર ગામે મુસ્લિમ સમાજ દ્વારા બોટાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિંમતભાઈ કટારીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

ઢસા કોંગ્રેસ આગેવાન અને બોટાદ જિલ્લાના પંચાયતના ઉપપ્રમુખ હિંમતભાઈ કાળુભાઈ કટારીયાનું ઢસા, જલાલપુરના મુસ્લિમ સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાતો હતો. જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો તથા શામજીભાઈ બારડ, ધીરૂભાઈ ચાવડા, રણછોડભાઈ સિંધવ, સરપંચ રાજુભાઈ બુધાભાઈ અશોકભાઈ તથા ઢસા આજુબાજુના તમામ ગામોના સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા. હિંમતભાઈ કટારીયા દ્વારા જલાલપુર ગામે આવેલ જલાલશાપીરની દરગાહ ઉપર સ્વ.કાળુભાઈ કટારીયાના સ્મરણાર્થે રજુ કરવા માટે પાણીના ટાંકાનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

Previous articleરાજુલા ન.પા. કર્મચારીનો વિદાય સમારોહ યોજાયો
Next articleદાઠા પો.સ્ટે.ના અપહરણના ગુનાનો નાસતો-ફરતો આરોપી ઝડપાયો