ટેકાના ભાવમાં વધારો ખેડૂતોની આવક વધારવા તરફનું પગલું : મંત્રી માંડવિયા

1289

કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષનાં બજેટમાં ખેડૂતોનાં પાકના ભાવોને લઇને ખુબ મોટો નિર્ણય લેતા નક્કી કરેલ છે કે ખેડુતોને તેના ખર્ચના દોઢ ગણા લેખે  ટેકાના ભાવ આપવામાં આવશે. આ નિર્ણયને અમલમાં મૂકતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા મુખ્ય પાકોનાં ટેકાના ભાવમાં વધારો કરતો નિર્ણય કરેલ છે. આ અંગેના એક નિવેદનમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવેલ છે કે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં સરકારનાં નિર્ણયને હાંસલ કરવા માટેનું આ એક મહત્વનું પગલુ બની રહેશે.

ખેડૂતોની આવક બમણી કરવા તથા ખેતીને પોષણક્ષમ બનાવવા સરકારે જુદા જુદા આયામો પર કામ કરેલ છે, જેમા ઉત્પાદન ખર્ચ ધટાડવું, ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી, ખેત-પેદાશોના ભાવ વધારવા તથા કૃષિ સંલગ્ન વૈકલ્પિક વ્યવસાય દ્વારા આવકનાં સ્ત્રોત ઉભા કરવા. આ લક્ષ્યાંકોને હાંસલ કરવા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, કૃષિ સંપદા યોજના, નીમ કોટેડ યુરિયા, પશુપાલન અને મત્સ્ય ઉધોગ માટે કિસાન ક્રેડિટ કાર્ડ, એપી.એમ.સી.ને  ઇ-નામ સાથે જોડવી, પોસ્ટ હાર્વેસ્ટીંગ સુવિધા ઉભી કરવી, કોલ્ડ ચેઇન અને વેલ્યુ એડિશનની સુવિધા વધારવી, ફુડ પાર્કની સ્થાપના જેવા અનેક કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે. રવિ પાકોનાં ટેકાનાં ભાવમાં થયેલ વધારાથી ખેડુતોને વધુ આવક મળશે તથા વાવેતર કરવાનો નિર્ણય કરવામાં પણ મદદ મળી રહેશે. આ નિર્ણયથી ખેડુતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવાના સરકારનાં નિર્ધારને ખુબ મોટી મદદ મળી રહેશે.

મુખ્યત્વે ટેકાના ભાવો

ક્રમ         ખરીફ ફસલ         પ્રતિ કિવન્ટલ

ન્યુનતમ સમર્થન મુલ્ય

૨૦૧૭-૧૮          ૨૦૧૮-૧૯

૧             ચોખા     ૧૫૫૦   ૧૭૫૦

૨             જુવાર    ૧૭૦૦   ૨૪૩૦

૩             મકાઇ     ૧૪૨૫   ૧૭૦૦

૪             કપાસ    ૪૦૨૦   ૫૧૫૦

૫             સુરજમુખી બીજ   ૪૧૦૦   ૫૩૮૮

૬             સોયાબીન             ૩૦૫૦   ૩૩૯૯

૭             તલ        ૫૩૦૦   ૬૨૪૯

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આવકાર

કિસાનોને પોતાની ફસલના પોષણક્ષમ ભાવો આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયને ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપ સેટા, ઉમેશ મકવાણા, નારણભાઈ મોરી, કિશોરભાઈ ભટ્ટ સહિત હોદ્દેદારોએ આવકારતા જણાવેલ કે આનાથી ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે.

Previous articleઅમદાવાદ : વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં બન્ને મૃતકોના પરિવારે કર્યું સમાધાન
Next articleદક્ષિણ ગુજરાત તરબોળ : નવસારીમાં ૯ ઈંચ વરસાદ