ભાવનગરના ઘોઘા તાલુકા વીસ્તારમાં ગઈકાલે ભારે વરસાદમાં .ખરલા ગામે નદીમાં ભારે પાણીની આવક થઈ હતી. જેમાં વાડીએથી ઘર તરફ જઈ રહેલા વૃધ્ધ નદીમાં તણાઈ જતાં આજે નજીકની વાડી પાસેથી બેભાન હાલતે વૃધ્ધ મળી આવતા તેમને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડાયા હતાં જયાં તેમનું મોત નિપજવા પામ્યું હતું.
બનાવની મળતી વિગત મુજબ ઘોઘાના ઉખરલા ગામે રહેતાં ભીખુભા બાલુભા ગોહિલ (ઉ.વ.૬૦) ગઈકાલે પોતાની વાડીએથી ઘર તરફ જતા હતા તે વેળાએ ગામની નદીમાં પાણીના ભારે પ્રવાહમાં તણાઈ જતાં આજે સવારે ઉખરલા ગામના અશોકસિંહની વાડી પાસેથી બેભાન હાલતે મળી આવ્યા હતાં તેમને તુરંત સારવાર અર્થે સર.ટી. હસ્પિટલ ખસેડાયા જયાં તેમનું મોત નિપજયું હતું બનાવની જાણ થતાં ટીડીઓ, મામલતદાર અને ગામના સરપંચ સહિતના હોસ્પિટલ દોડી ગયા હતાં અને બનાવ અંગેની જરૂરી કાર્યવાહી કરી હતી.
















