સ્વામિનારાયણ મંદીર કુંડળધામના અધ્યક્ષ સ્વામી જ્ઞાનજીવનદાસજીની પ્રેરણા અને આર્થિક સહયોગથી શિશુવિહાર દ્વારા ન.પ્રા.શિક્ષણ સમિતિની પ૪ શાળામાંથી પસંદ કરાયેલા ૧૭૦૦ ગરીબ બાળકોને સ્કુલબેગ, કંપાસ સેટ, નોટબુક, વોટરબેગ, સ્કુલ સુઝ સહિતની કીટનું વિતરણ આજે શિશુવિહાર ખાતે કરવામાં આવ્યું હતું.
















