ફેદરા ગામ નજીક કારની ગુલાટ ધોેલેરા પાસે ટ્રક નાળામાં ખાબક્યો

1686

ભાવનગર અમદાવાદ હાઈવે પર આજરોજ અકસ્માતનાં બે બનાવો બનવા પામ્યા હતા જેમા ફેદરા ગામ નજીક કારએ ગુલાટ ખાતા બાળક સહિત ત્રણને ઈજાઓ થવા પામી હતી જ્યારે ધોલેરા પાસે ટ્રક નાળામાં ખાબકતા ડ્રાઈવર અને કલીનરને ઈજાઓ થતાં ૧૦૮ સેવા દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

ધંધુકા બગોદરા હાીવેના ફેદરા ગામ પાસે કાર ચાલકનો સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી જતા એક બાળકની હાલત ગંભીર તો અન્ય ત્રણને ઈજાગ્રસ્ત થવા પામેલ  ઘટનાની ધંધુકા ૧૦૮ને જામ કરાતા પાયલોટ વનરાજસિંહ અને ઈએમટી અશોક જમોડ ઘટના સ્થળે દોડી જઈ કારમાં ફસાયેલાને બહાર કાઢી ઈજાગ્રસ્તોને સારવાર અપાવી હતી બનાવમાં ગ્રંથ મનીષભાઈ પટેલ ઉ.વ.૬ તરાંગ મનીષભાઈ પટેલ ૧૧ વર્ષ મનીષભાઈ પટેલ અન્ય એકને સામાન્ય ઈજા થયેલ. તમામ મુળ ગારીયાધાર હાલ રહે સુરત.

અન્ય એક અકસ્મતાનો બનાવ ભાવનગર વટામણ હાઈવેના ધોલેરા પાસે બનવા પામ્યો હતો જે બનાવ પ્રમાણે સીલીન્ડર ભરેલ ટોરસ ટ્રક પુલ પરથી નીચે ખાબકતા ટ્રક ચાલક ગંભીર રીતે ઘવાયાનો બનાવ નોંધાવા પામ્યો છે. ઘટનાની ગંભીરતાની ધોલેરા ૧૦૮ને જાણ કરાતાં પાયલોટ નિર્મળસિંહ અને હિંમત બારૈયા ઘનટા સ્થળે પહોચી બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને કિલનરને સારવાર સહ ધંધુકાની સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા પંરતુ ગંભીર ઈજાઓની લીધે વધુ સારવારની જરૂરરીયાત વી.એસ. હોસ્પિટલ અમદાવાદ ખાતે ખશેડાયા હતા બનાવમાં મહેન્દ્રસિંહ તેનસિંગ રાજપુત ગંભીર ઈજા થઈ હતી.

આમ વર્ષાઋતુના પ્રારંભથી જ અકસ્માત ઘટનાના બનાવોની શરૂઆત થવા પામી છે. ગતરોજ એસ.ટી.પલ્ટી મારી હતી પરંતુ સદનસીબે મોટી જાનહાની ટળી હતી તો આજના બે બનાવોમાં એક બાળક અને ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ નોંધાવા પામી છે.

Previous articleમોતીતળાવ ખાતે રહેતી યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોર્યો
Next articleદક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ : નદીઓમાં ઘોડાપુર