રેલ્વેના નાળામાં પાણી ભરાતા ઉચૈયા ગામ વિખુટુ પડી ગયુ

1108

રાજુલા તાલુકાના ઉચૈયાનુ રેલ્વેનાળાની આવેદનપત્રો સહિત રજુઆતો પણ રેલ્વે વિભાગની બેદરકારી અને ચોમાસા પહેલા નાળામાં ભરાતા પાણીથી ઉચૈયા ગામ રાજુલા જાફરાબા કે મહુવાથી વિખુટુ પડી ગયુ ગામના સરપંચની મહેનતથી પંપ વડે નાળામાંથી પાણી બહાર કાઢવા પંપ લગાવાયા રાજુલાના ઉચૈયા જવા આવવાના મેઈન રસ્તા પર રેલ્વે વિભાગે બનાવી દીધેલ નાળુ જેમા અંન્ડર ગ્રાઉન્ડ રસ્તો કાઢ્યો પણ અંડર ગ્રાઉન્ડનું ચોમાસુના પાણીનો નિકાલનું વિચાર્યુ જ નહી અને ચોમાસામાં ઉચૈયા ગામ તંત્રથી રાજુલા, જાફરાબાદ કે મહુવાથી વિખુટુ પડી જવાથી લોકો ગામમાં હોય તે ગામમાં અને ગામમાંથી આવવાનો કોઈ રસ્તો ન મળવાથી મુશ્કેલી વેઠતા ચાર વર્ષથી અને તે બાબતે રેલ્વે વિભાગને જાણ કરીને રેલ્વે ચક્કાજામ કરાયાથી ભાવનગર સુધીના અને ડેપ્યુટી કલેકટર ડાભીની મધ્યસ્થી ૨ મહિનાનો સમય આપેલ ૨ મહિના થઈ પણ ગયા અને ચોમાસુ આવી ગયુ ત્યારે આ નાળામાં ભરાઈ ગયેલ પાણીથી રસ્તો બંધના ઉકેલ માટે ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયા ઉપ સરપંચ દીલુભાઈ ધાખડા અને ગામના યુવાનોએ ખુબ જહેમત ઉઠાવી પાણીને બહાર કાઢવા પંપ મુકાયો પણ જે સે થે ઉપરથી પાણી ધોમ આવક હોય છતા મહેનત કરી રહ્યા છે.

Previous articleબાબરીયા વાડમાં સાત ઈંચ વરસાદ દેવકા ગામનો જોલાપરી પુલ તુટ્યો
Next articleનંદકુંવરબા મહિલા કોલેજમાં ડો. ભાવેશ જાનીનું વ્યાખ્યાન