આજથી શહેરીજનોને ૩ દિવસ વીજકાપનો ઝટકો

129

દિવાળીના તહેવારોને લઈ વીજ લાઈનો પર વીજ તંત્રની રિપેરીંગ કામગીરી : કાળિયાબીડ, નિર્મળનગર અને વિઠ્ઠલવાડી સહિતના વિસ્તારમાં છથી સાત કલાક પાવર સપ્લાય કટ કરી દેવાશે
ઉઘડતા સપ્તાહના આરંભથી શહેરના કાળિયાબીડ, હીલડ્રાઈવ, નિર્મળનગર, વિઠ્ઠલવાડી, આનંદનગર, રૂવા, ભરતનગર સહિતના જુદા-જુદા વિસ્તારમાં નાગરિકોને ત્રણ દિવસ સુધી વીજકાપનો ઝટકો સહન કરવો પડશે. દિવાળીના તહેવારોને લઈ વીજ લાઈનો પર રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવનારી હોવાથી પીજીવીસીએલ દ્વારા પાવર સપ્લાય કટ કરી દેવામાં આવશે.
પીજીવીસીએલ સિટી-૧ અને ૨ કચેરી દ્વારા વીજ લાઈન પર અગત્યની કામગીરી હાથ ધરવામાં આવનારી હોવાથી તા.૨૫-૧૦ને સોમવારે સવારે ૭થી ૧ કલાક દરમિયાન ૧૧ કે.વી. હિલડ્રાઈવર ફીડરના સંસ્કાર મંડળથી રામમંત્ર હોસ્પિટલ, ઓબીસી બેન્ક, એસબીઆઈ સામેનો વિસ્તાર, રઘુકુળ એસ્ટેટવાળો ખાંચો, કાળિયાબીડ-ડી વિસ્તાર, લખુભા હોલથી પાણીની ટાંકી, ફુલવાડી ચોક, હિલડ્રાઈવથી વાઘાવારોડ રોડ પર પાવર કાપ રહેશે. જ્યારે તે જ દિવસે ગાયત્રીનગર ફીડર (બંદર રોડ એસ/એસ)ના ગુણાતી ટેનામેન્ટ, આનંદનગરનો અમુક વિસ્તાર, ડિસ્પોઝલ, વર્ષા સોસાયટી, સુમન-સુવિધા ટાઉનશીપ, નેચરલ-હમીરજી પાર્ક, અજયવાડી આસપાસનો વિસ્તારમાં સવારે સાત થી બપોરે બે કલાક સુધી પાવર કાપ ઝીંકાયો છે. તા.૨૬-૧૦ને મંગળવારે રૂપાણી ફીડર અને અનિલ ફીડરના વિસ્તારોમાં સવારે ૭થી બપોરના ૨ વાગ્યા સુધી તેમજ તા.૨૭-૧૦ને બુધવારે ૧૧ કે.વી. ગુરૂકુળ ફીડર હેઠળના વિસ્તારોમાં સવારે ૭થી ૧ કલાક સુધી અને શાસ્ત્રીનગર ફીડરમાં સમાવિષ્ટ વિસ્તારોમાં સવારે ૭થી બપોરે ૨ કલાક સુધી પાવર કાપ રહેશે.

Previous articleરાજુલાના પત્રકાર મનીષ મેહતાનો આજે જન્મદિવસ છે
Next articleમુશ્કેલ હાલતમાં પણ સલમાન ખાન પાસે મદદ નહીં માંગુ : ઝરીન ખાન