મુશ્કેલ હાલતમાં પણ સલમાન ખાન પાસે મદદ નહીં માંગુ : ઝરીન ખાન

4

મુંબઈ,તા.૨૪
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા ચહેરા લઈને આવ્યો જેમાં કેટલાક તો તેની ખુબ નજીકના વ્યક્તિ જેવા જ (હમશકલ) દેખાતા હતા અને કેટલાક એવા ન પણ દેખાતા હતા. સ્નેહા ઉલ્લાલ , જે લકી મૂવીમાં મુખ્ય ભૂમિકામાં હતી, તે સલમાનની ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાયની જેવી જ દેખાતી હતી, જે સલમાન ખાનને ખૂબ જ પસંદ હતું. ઐશ્વર્યાથી બ્રેકઅપ બાદ સલમાન તેને બોલીવુડમાં લાવ્યો હતો. એવા જ ઘણા કલાકાર છે, જેને સલમાનના કારણે બોલીવુડમાં કામ કરવાની તક મળી. પરંતુ તેઓ આ તકનો લાભ લઇ શક્યા નહીં અને તેમનું કરિયર ત્યાં જ પૂર્ણ થઇ ગયું. આવું જ હવે ઝરીન ખાન સાથે થઇ રહ્યું હોય તેવું લાગે છે.ઝરીન ખાન મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહી છે, એક તો તેની પાસે કોઈ કામ નથી બીજી બાજુ કોરોનાવાયરસને કારણે લોકડાઉનને કારણે, દેશના તમામ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેની અસર બોલીવુડ પર પણ જોવા મળી છે! આ દિવસોમાં ઝરીન ખાન મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહી છે, એક તો તેની પાસે કોઈ કામ નથી અને બીજું તે લોકડાઉનને કારણે ગરીબીનો સામનો કરવા મજબૂર છે! ઝરીન ખાને કહ્યું હતું કે તે તેના ઘરમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ છે જેના કારણે તે ખૂબ જ પરેશાન છે અને જ્યારે ઝરીન ખાનને સલમાન ખાન પાસેથી મદદ લેવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, તે દરેકની મદદ કરે છે અને તેણે તેમને ઘણી મદદ કરી પરંતુ આ વખતે તે સલમાન ખાન પાસેથી મદદ લેવા માંગતી નથી કારણ કે તે બદલામાં મારી પાસેથી કંઈ લેવા માંગતા નથી અને હું કોઈનું અહેસાન લેવા માંગતી નથી! અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સલમાન ખાને સમયાંતરે ઘણા મોટા દિગ્ગજોને મદદ કરી છે. આવી સ્થિતિમાં, અભિનેત્રીને લાગે છે કે ભલે તે આજે ગરીબીનો સામનો કરી રહી છે, તે સલમાન ખાનને હેરાન કરવા માંગતી નથી! ભલે સલમાન ખાન તેની મદદનો બિલકુલ ઇનકાર કરી રહ્યો ન હોય, પરંતુ તેમ છતાં તે તેની પાસે કોઈ મદદ માંગવા માંગતી નથી!