બાઈક પર દેશી દારૂ લઈ જતો આડોડીયાવાસનો શખ્સ ઝડપાયો

1490

નિલમબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.જે.રાણાના માર્ગદર્શન મુજબ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોર્ડના યુવરાજસિંહ બી. ગોહિલ, રૂપદેવસિંહ રાઠોડ, મુકેશભાઈ મહેતા, સંજયસિંહ ઝાલા, જીગ્નેશભાઈ મારૂ વિ. પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગન્નાથજી રથયાત્રા સંદર્ભે પેટ્રોલીંગમા હતા તે દરમિયાન ચાવડીગેટ પોલીસ ચોકી પાસે એક ઈસમ શંકાસ્પદ રીતે બાઈક લઈને પસાર થતાં તેને રોકી ચેક કરતાં તેમજ તેમનું નામ ઠામ પુછતાં પોતે પોતાનું નામ નિમેષ ઉર્ફે બાદશાહ અશ્વિનભાઈ રાઠોડ (ઉ.વ.ર૬) રહે. તિલકબનગર આડોડીયાવસા, ભાવનગર હોવાનું જણાવેલ. ઈસમના બાકઈ નં. જી.જે.૪૦ બી ૧૬૪રમાં પ્લાસ્ટીકના થેલાં ભરેલ હોય તે પ્લાસ્ટીક થેલા ખોલીને ચેક કરતા દેશી દારૂ લીટર પ૦/- તેની કિંમત રૂા. ૧૦૦ તથા સ્કુટર ની કુલ રૂા. ૧૦,૦૦૦/- ગણી તેમજ મો. ફોન નંગ બેત ેની કિંમત રૂા. ૪૦૦૦/- મળી કુલ રૂા. ૧પ૦૦૦નો મુદ્દામાલ ગણી પંચનામાની વિગતો તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.

Previous articleબોટાદ જિ.પં. ઉપપ્રમુખ કટારિયાનું થયેલું સન્માન
Next articleજુના રતનપર શાળામાં કાર્યક્રમ યોજાયો