ફુલસર ખાતે સપ્તકુંડી મહાયજ્ઞ યોજાયો

1277

શહેરના ફુલસર ખાતે આવેલ બારૈયા પરિવારના મઢ ખાતે સપ્તકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર શહેરમાં વર્ષ ભર સર્વાધીક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. એવા ફુલસર ખાતે આવેલ બારૈયા પરિવારના દેવ સ્થાન ખાતે સપ્તકુંડી મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું. તાજેતરમાં આ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં હોય જેના ભાગરૂપે આ મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો જેમાં ૨૪ દંપત્તિઓએ યજ્ઞ કાર્ય પૂજામાં સહભાગી થયા હતા આ કાર્યને સફળ બનાવવા માટે બારૈયા પરિવારના લક્ષ્મણભાઈ બારૈયા, દિપકભાઈ (દિપુકાકા)બારૈયા, દિનેશભાઈ શાંતિભાઈ સહિતના અગ્રણીઓ તથા યુવાનોએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયુ હતું.