સિહોર અને પંથકમાં ગઈકાલે બાદ આજ બપોરના ત્રણ કલાકથી શરૂ થયેલી મેઘરાજા ધમાકેદાર બેટિંગ લઈ શહેરના લોકો ખુખુશાલ જોવા મળી રહ્યા છે. નાસ્તાઓની લારીઓ પર પડાપડી જોવા મળી હતી લખાઈ છે ત્યારે ગૌતમેશ્વર તળાવની સપાટી ૮ ફુટ પહોંચી છે હજુ પણ આવક શરૂ છે જયારે સિહોર પંથકનાટાણા વરલ સખવદર દેવગાણા અગિયાળી જાંબાળા કાજવદર નેસડા સહિત ભાવનગર શહેર ઉપરાંત જિલ્લામાં મેહુલીયો જાણે મન મુકીને વરસ્યો હોય મોટાભાગની નદીઓ બે કાંઠે વહેચી થવા લાગી છે.
















