ઘોઘા મામલતદાર કચેરીમાં લોક હાલાકી લોકોનો કિંમતી સમય નાણાનો વ્યય

1271

ઘોઘા મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ કર્મચારીઓની બેદરકારીના કારણે દુર દુરના ગામડાઓમાંથી વહીવટી કાર્યો અર્થે આવતા લોકો ભારે પરેશાનીઓ વેઠી રહ્યા છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે આવેલ મામલતદાર કચેરી ખાતે લાંબા સમયથી અત્રે આવતા અરજદારો તંત્રની ગંભીર બેદરકારીનો ભોગ બની રહ્યા છે. અત્રે ઈ-સ્ટેમ્પિંગ માટે સૌથી વધુ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે ઘોઘા પોષ્ટ ઓફિસમાં રૂા.૨૦નો સ્ટેમ્પ ન હોય લોકોને ધરાર રૂા.૧૦૦નો સ્ટેમ્પ લેવા મજબુર થવુ પડે છે. એ જ રીતે આવકના દાખલા, કિમીલીયર સર્ટી ડોમીસાઈન, સહિતના સર્ટીઓ, મેળવવા માટે અનેક ધક્કાઓ છતા સર્ટીઓ મળી શકતા નથી તો બીજી તરફ મામલતદાર પણ ગેરહાજર રહેતા હોય લોકોા અગત્યના કામો ટલ્લે ચડી રહ્યા છે આ અંગે સત્તાધીશો તાકીદે પગલા લે તેવી લોક માંગ પ્રબળ બની છે.

Previous articleસિહોર ઔદિચ્ય સાડાચારસો બ્રહ્મસમાજનો સન્માન સમારોહ
Next articleધંધુકા-ધોલેરા તાલુકા સેન્ટરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓરી-રૂબેલા રસીકરણ હાથ ધરાયુ