વિદ્યુત સહાયકોને ‘દિવાળી’, રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગારમાં વધારો

1156

રાજ્ય સરકારને ફરી એકવાર ફિક્સ પગારદારો યાદ આવ્યા છે. જો કે આ વખતે રુપાણી સરકારે વિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યુત સહાયકોના પગારમાં માસિક રૂ.૨,૫૦૦થી ૧૦,૪૫૦ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયની અસર રાજ્યના ૭૦૦૦ જેટલા કર્મચારીઓને થશે.

રાજ્ય સરકારે વીજ ક્ષેત્રમાં કાર્યરત વિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં વધારો કર્યો છે. સરકારના આ નિર્ણયને પગલે વિવિધ વર્ગોમાં ફરજ બજાવતા અંદાજે ૭૦૦૦થી વધુ વિદ્યુત સહાયકોના પગારમાં વધારો થશે. વિદ્યુત સહાયકોના પગારમાં માસિક રૂ.૨,૫૦૦થી ૧૦,૪૫૦ સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

આ પહેલા વિધાનસભા ચૂંટણી સમયે વિદ્યુત સહાયકો સરકાર સામે મેદાને પડ્‌યા હતા. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા વિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં વધારો કરવાને લઈ વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.

હાલ ચાર કેડરોમાં વિદ્યુત સહાયકો ફરજો બજાવે છે. જેમાં ઇલેકટ્રીકલ આસિસ્ટન્ટ, હેલ્પર, જુનિયર આસિસ્ટન્ટ, પ્લાન્ટ એટેડન્ટ(ગ્રેડ-૧), જુનિયર એન્જિનિયર કેડરના ૭૦૦૦ જેટલા કર્મચારીઓને આ લાભ મળશે.

Previous articleભારે વરસાદને કારણે વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ
Next articleરૂપાણીનો કાફલો વેરાવળ ખાતે પહોંચ્યો  અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિની સમીક્ષા