સિહોરના વાંકીયાના ડુંગર પરથી વિશાળ શીલા પડી

2649

ભાવનગર જીલ્લાના સિહોર ખાતે આવેલ ગૌત્તમકુંડ પાસેના વાંકીયાના ડુંગર પરથી વિશાળ શિલા ગબડીને નીચે રસ્તાઓ ઉપર ધસી આવી હતી. સદ્દનસીબે કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે  ગઈકાલે પાલિતાણાના શેત્રુંજય ડુંગર પરથી પણ ભારે વરસાદના પગલે મોટા પત્થરો પડ્યા હતાં. ત્યાં સિહોરના ગૌત્તમેશ્વર કુંડ પાસેના વાંકીયાના ડુંગર પરથી શીલાઓ પડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.  આ અંગેની જાણ તુરંત નગરપાલિકાને કરાતા વોટર વર્કસ ચેરમેન અશ્વિનભાઈ બુઢનપરા, વોટરવર્કસ સ્ટાફ સહિત દોડી આવ્યા હતાં. હાલમાં ગૌતમેશ્વર રોડનું કામ શરૂ છે અને હવે કોઈ મોટા પથ્થરો પડે તેમ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. આમ ડુંગર ઉપરથી મોટી શીલા પડવાની ઘટના અંગે લોકોમાં દહેશત ફેલાવા પામી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં અને ખાસ કરીને તળાજા મહુવા પંથકમાં પડેલા ભારે વરસાદના પગલે બે દિવસ પૂર્વે તળાજાના ડુંગરપરથી પણ પથ્થરો પડ્યા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. આમ ડુંગરો પરથી પથ્થરો પડવાની ઘટનાથી તંત્ર પણ હરકતમાં આવ્યુ છે.

Previous articleભાવનગરમાં એફએમ રેડીયો સ્ટેશન શરૂ થશે
Next articleપહેલીવાર મુંબઈમાં મારું સ્વાગત વરસાદે કર્યુંઃજશ્મીન