ગુજરાતમાં ૯૬ કલાક આફતના : ૪ દિ’ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

3255

હવામાન વિભાગે ગુજરાતમાં હજુ ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે (૧૮ જુલાઈ) આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, સુરત, પંચમહાલ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તેમજ વલસાડ અને નવસારી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને બોટાદ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. તેમજ ગીર સોમનાથ, જુનાગઢ અને દીવમાં પૂર પ્રકોપ સર્જે એવો વરસાદ પડી શકે છે. ૧૯ જુલાઈના રોજ ડાંગ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, બોટાદ અને દીવના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ૨૦ જુલાઈના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, વલસાડ અને નવસારીના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્ર નગર, મોરબી અને કચ્છ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.  ૨૧ જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Previous articleડોક્ટર હિનાકુમારીએ દિક્ષા લીધી : શ્રદ્ધાળુ ઉમટી પડ્યા
Next articleસૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત વેરાવળમાં છ, મેંદરડામાં પ ઈંચ વરસાદ