સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું : ગુજરાતના ૩૬ તાલુકામાં મેઘમહેર

2003

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેનું જોર થોડું ઘટાડ્યું છે. વરસાદી જોર ઘટતા તંત્રને રાહત થઇ છે. જો કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોની હાલત હજુ પણ કફોલી બનેલી છે. જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. પાણી ઉતરતા બચાવ અને રાહત કામગીરી તીવ્ર કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત ટીમો સક્રિય છે. રાજ્યના ૩૬ ાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે જેમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૧૩૩મીમી એટલે કે પાંચ ઇંચથી વધુ અને વેરાવળ તાલુકામાં ૧૧૫ મીમી, કોડીનારમાં ૧૧૦ મીમી, માંગરોળમાં ૧૦૫ મીમી વળી કુલ ્‌રણ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ૧૯-૭-૨૦૧૮નેસવારે સાત કલાક દરમિયાન જામનગર તાલુકામાં ૯૬મીમી, કેશોદમાં ૮૪ મીમી, માળિયામાં ૭૪ મીમી મળી કુલ ત્રણ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે કાલાવાડ તાલુકામાં ૬૯મીમી, તલાલામાં ૬૮ મીમી, વઘઈમાં ૬૮ મીમી, ઉનામાં ૬૨ મીમી, વીસાવદરમાં ૫૯ મીમી, લાલપુરમાં ૫૮ મીમી, સુત્રપાડામાં ૫૭મીમી, જામજોધપુરમાં ૫૬ મીમી, સાંધીધામમાં ૫૪ મીમી, ગીર-ગઢડામાં બાવન મીમી, ધરમપુરમાં ૫૨ મીમી, ચીખલીમાં ૫૦ મીમી અને જાફરાબાદમાં ૫૦મીમી મળી કુલ ૧૩ તાલુકામાં બે ઇંચથી વધુ અને અન્ય ૧૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ હોવાના અહેવાલ મળ્યા છે. આજે સવારે ૮થી ૧૦ કલાક દરમિયાન વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં ૭૩ મીમી એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ, બોરસદમાં ૪૭ મીમી, કપરાડામાં ૪૪ મીમી, ડાંગમાં ૪૨ મીમી, વાસંદામાં ૩૫ મીમી, આંકલાવમાં ૨૭ મીમી, બોડેલીમાં ૨૭મીમી એમ મળી ૬ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે.

Previous articleગુજરાત : પુરગ્રસ્ત જુદા જુદા વિસ્તારમાં રોગચાળાનું સંકટ
Next articleબાપુ ગુજરાત નોલેજ વિલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો