એક દિવસનાં વિરામબાદ બોરડા પંથકમાં ફરી ધોધમાર વરસાદ

1369

તળાજાના બોરડા ગામે એક દિવસના વિરામ બાદ આજે ધોધમાર વરસાદ પડી ગયો હતો અને પ્લોટ વિસ્તારની મેઈન બજારમાં ગોઠણ સુધી પાણી વહી રહ્યા હતા મકાનમાં અને દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા થોડા પાણી સુકાયા ત્યાં આજે ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો જન જીવન ખોરવાઈ ગયુ તેમજ પંથકમાં તમામ ગામોમાં પાણી આવી જ સ્થિતી છે. વાડી વિસ્તારમાં તમામ ખેડુતોએ વાવણી કરી હતી તે નિષ્ફળ જવાનો ખેડુતોમાં ભય છે. કપાસ, બાજરી, મગફળી જેવા પાક નિષ્ફળ થઈ જવાનો ખેડુતોમાં ભય ફેલાયો છે લોકો તંત્રની રાહ જોઈ રહ્યા છે ક્યારે મદદ મળશે લોકો પાસે અનાજ કાચુ સિધુ નથી દુકાનમાં માલ સામાન ખરાબ થઈ ગયા છે તાકીદે સહાય મજુર કરવામાં આવે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે.

Previous articleઘોઘા પંથકમાં ધોધમાર બે ઈંચ વરસાદ
Next articleયુવતી પર દુષ્કર્મ કેસ : આખરે જયંતિ ભાનુશાળી વિરૂદ્ધ ગાળિયો ભિંસાયો