ફુલસર ગામે સહકારી મંડળી ખાતે ખાતર ડેપોનું ઉદ્દઘાટન

1436

શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ સહકારી મંડળી ખાતે રાસાયણીક ખાતરના ડેપોનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

ચિત્રા-ફુલસર, સિદસર સહિત આસપાસના ગામોના ખેડૂતોને સરળતાથી રાસાયણીક ખાતર મળી રહે તે માટે ફુલસર સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ સામે આવેલ ખેડૂત સહકારી મંડળી ખાતે જીએસએફસી કંપની દ્વારા સરદાર બ્રાન્ડના વિવિધ ખાતર વેચાણ કેન્દ્રનો આરંભ થયો છે. અત્રેથી ડીએપી, એનપીકે, યુરીયા, મોરસીયુ, ફોસ્ફેટ, સલ્ફેર, કેલ્શીયમ, નાઈટ્રોઝન, પોટાશ, લીક્વીડ સહિતના ખાતરો સરળતાથી મળી શકશે. આ ઉદ્દઘાટન પ્રસંગે મોટીસંખ્યામાં ખેડૂતો તથા ખેડૂત સહકારી મંડળીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. આ નવા ડેપોનું ઉદ્દઘાટન કંપનીના ચીફ, ડાગોહરા આ વિસ્તારના કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ મંડળીના પ્રમુખ દિનેશભાઈ બારૈયા સહિતનાઓ જોડાયા હતા.

Previous articleજાફરાબાદમાં વિજતંત્રના ધાંધીયા : લોકો પરેશાન
Next articleઓડ સમાજ દ્વારા સામાજીક રીવાઝમાં બદલાવ કરાયો