1962

ગુગલ ઈન્ડિયાના દિલ્હી સ્થિત એજ્યુકેશન હેડ બાની ધવન ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકોને પુછે છે કે… ‘‘બ્લેક બોર્ડ અને ગુગલ ક્લાસ, એમ બેમાંથી શેમાં મજા આવે છે…?’’ બાળકો હોંશે હોંશે જવાબ આપે છે… ‘‘ગુગલ ક્લાસમાં…’’

કેટલાક પ્રશ્નો અને તેના જવાબ પછી ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકો ગુગલ ઈન્ડિયાના દિલ્હી સ્થિત એજ્યુકેશન હેડ બાની ધવનને પુછે છે કે ‘‘ મેડમ હવે ફરી ક્યારે અમારી સાથે વાત કરશો…? ’’

બાની ધવન જવાબ આપે છે ટુંક સમયમાં જ આપણે મળીશુ..

ચોંકી ગયાને…?

ગુગલ ઈન્ડિયાના દિલ્હી સ્થિત એજ્યુકેશન હેડ બાની ધવન સાથે ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકો  Hangout  દ્વારા  સીધી વાત કરે છે.  કારણ કે… ચાંદલોડિયા પ્રાથમિક શાળામાં Google Future Classroom  સૌ પ્રથમ શરૂ કરવામાં આવ્યો છે.આખા દેશમાં આ પ્રથમ ઘટના છે. આ વર્ગમાં ૩૦ લેપટોપ, ૧ ટચસ્ક્રીન પ્રોજેક્ટર, વાઈફાઈ, ઈયરફોન, વેબ કેમેરા ઉપલબ્ધ છે. શાળાનું પોતાનું cpschool.org ના નામનું ડોમેઈન છે. દરેક વિદ્યાર્થીના cpschool.org ના નામનું ઈમેલ એકાઉન્ટ ઓપન કરેલ છે. આ ક્લાસરૂમના ઉપયોગ બાબતની તાલીમ પણ શિક્ષકોને આપવામાં આવી છે.

ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપે છે. ઓનલાઈન પ્રોજેક્ટવર્ક કરાવવામાં આવે છે. શિક્ષક ગૃહકાર્ય પણ વિદ્યાર્થીઓને મેઈલ કરે છે. Google ની Google Classroom, Gmail, Drive, Docs, Forms, Sheets, Slides, Hangouts જેવી એપ્લિકેશનનો વિધાર્થીઓ ઉપયોગ કરે છે.

Google Future Classroom  આવ્યા પછી વિદ્યાર્થીઓ શાળા સમયબાદ પણ શાળામાં આવે છે. વિદ્યાર્થીઓમાં  જાગૃતિ આવી છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.

Google Future Classroom એ IL&FS Education અને Google નાં સંયુક્ત ઉપક્રમે ચાલે છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુ કહે છે કે, ” Google Future Classroom એ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ડીજીટલ લર્નિગ ઝોન છે. જેનાથી 21મી સદીના ચાર કૌશલ્યો Critical Thinking, Communication, Collaboration and Creativity વિદ્યાથીઓમા વિકસિત થાય છે. આ ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષકો દ્વારા વધારી કરવાથી વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામા વધારો થાય છે અને એક સહયોગી વાતાવરણ પૂરૂ પાડે છે…”

ક્લાસ રૂમની વિશેષતાઓ વર્ણવતા શાળાના આચાર્ય શ્રી રાકેશ પટેલ કહે છે કે, ‘‘ ઓછા વજનનું વિદ્યાથીઓ માટે તૈયાર કરેલ લેપટોપ, જે ૧૦ સેકન્ડમાં ચાલુ થઈ જાય છે. બેટરી પૂરો દિવસ ચાલે છે. કેયાન એ એક કમ્પયુટર, પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ, હાઈ ક્વોલીટીની ઓડિયો સિસ્ટીમ, ઈન્ટરનેટ વાઈ-ફાઈ અને ડીવીડી પ્લેયર આ તમામ વસ્તુ એક જ ઉપકરણમાં આવી જાય છે. અમારા બાળકો અહીં બેઠા બેઠા વિશ્વ સાથે તાલમેલ મિલાવી શકે છે.. ’’

શાળાનું ડોમેઈન cpschool.org.in ના નામનું બનાવવામાં આવ્યું છે.  શાળાની માહિતી https://sites.google.com /view/the-chandlodiya-primary-school/home જોઈ શકાય છે.  એટલું જ નહી પરંતુ દરેક વિદ્યાર્થી અને શિક્ષકનું ઈમેઈલ આઈડી બનાવવામાં આવેલ છે. મેઈલ આઈડી શાળાનાં ડોમેઈનથી ખોલવામાં આવે છે. [email protected]

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ મહેતા કહે છે કે, ‘‘Google Future Classroom’’ ના અનેક ફાયદાઓ છે.  વિદ્યાર્થીઓ ઝડપથી શીખી શકે છે. એકમ કસોટી ગૂગલ ફોર્મ નામની એપ્લીકેશનથી આપવી સરળ બની છે. શિક્ષકોનો સમય બચે છે સાથે સાથે વિદ્યાર્થિઓ દુનિયાના કોઈ પણ ખૂણાની માહિતી મેળવી શકે છે. પ્રોજેક્ટ કાર્ય,  પિયર ગ્રુપ લર્નિગ અને વિદ્યાર્થીઓમાં લર્નિગ અને શિક્ષકોમા ટીચિંગ કૌશલ્યનો વિકાસ થયો છે…

Previous articleવ્રત-તહેવારોના ટાણે જ સુકા મેવા-ફળના ભાવમાં વધારો
Next articleઘોઘાના દરિયા કિનારે આવેલ વર્ષો જુનાં કબ્રસ્તાનમાંથી હાડપીંજર બહાર આવ્યા