ભરતનગરની પરણીતાનો ગળાફાસો ખાઈ આપઘાત

1099

શહેરનાં ભરતનગર સીતારામચોક નવા બે માળીયામાં રહેતી પરણીતાએ સાંજના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આફઘાત વ્હોરી લીધો હતો બનાવની જાણ થતા ભરતનગર પોલીસ સ્ટાફ દોડી જઈ બનાવની તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના રૂવા ગામે પીયર ધરાવતી અને ભરતનગર સીતારામ ચોક નવા બે માળીયા રૂમ નં.૧૦૨૪માં રહેતા માયાબેનગોપાલભાઈ મેર ઉ.૨૦ના એ સાંજના ૪ થી ૫ ના સમયગાળા દરમિયાન પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. બનાવ અંગેની જાણ ભરતનગર પોલીસને કરાતા તુરંત પોલીસસ્ટાફ દોડી જઈ બનાવ અંગેની પુછપરછ કરતાં દોઢ વર્ષ પૂર્વે મૃતક યુવતી અને તેની બહેનનાં લગ્ન સાથે થયા હતા તેની બહેનના ઘરે બાળકનો જન્મ થયો છે જ્યારે માયાબેનને ત્યાં કોઈ સંજોગ ઉભા ન થતા અને જે બાબતે ઘણી દવા કરવા છતાં પરીણામ ન મળતાં કંટાળી જઈ આપઘાત વ્હોર્યો હોવાનું બનાવ સ્થળેથી જાણવા મળ્યુ હતું. પોલીસે જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleઇંગ્લીશ દારૂ – બિયર ભરેલી કાર સાથે તળાજાનો શખ્સ ઝડપાયો
Next articleસાગર સીમા સુરક્ષિત રાખવા સરકાર પ્રતિબધ્ધ