ભાવનગર મહાપાલિકાના તખ્તશ્વર વોર્ડની કોંગ્રેસની જનરલ મીટીંગ યોજાઈ હતી. જેમાં કોર્પોરેટર પારૂલબેન ત્રિવેદી, કમલેશભાઈ મહેતા, કોંગ્રેસ માયનોરીટી વિભાગના ચેરમેન અનવરખાન પઠાણ, રજાક કુરેશી, વોર્ડ પ્રમુખ ભાવેશભાઈ શાહ, ગીરીશભાઈ માલવીયા, પ્રણવભાઈ મહેતા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને વોર્ડના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
















