ખેડૂતો વાવણીમાં વ્યસ્તઃ વરસાદના અભાવે ગત વર્ષ કરતા વાવેતર ઓછુ

1109

જિલ્લામાં બે વર્ષ વરસાદ ખેંચાયા બાદ ગત વર્ષ ૨૦૧૭માં સમયસર અને સારો વરસાદ પડતા ખેડુતોને વાવણી પણ સમયસર થઇ ગઇ હતી. પરંતુ ચાલુ સિઝન વરસાદ ખેંચાવાનાં કારણે ખેડુતોને વાવણી લાયક વરસાદની રાહ જોવી પડી હતી. છેલ્લા ૩ દિવસથી ધીમી ધારે શરૂ થયેલો વરસાદ વિધીવત વાવણી માટે પુરતો તો નથી. પરંતુ રાહ જોઇને બેઠેલા ખેડુતોએ ભગવાન પર ભરોષો રાખીને વાવેતર શરૂ કરી દીધુ છે. વરસાદ મોડો રહેવાનાં કારણે ગત વર્ષની સરખામણીએ વાવેતર ઓછુ રહ્યુ છે.

ગાંધીનગર જિલ્લા ખેતીવાડી વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર તા ૨૧મી જુલાઇ સુધીમાં ગત વર્ષે જિલ્લામાં સરેરાશ વરસાદ ૩૬૮ મીમી (૧૫ ઇંચ) વરસાદ પડી ચુક્યો હતો. જેના કારણે વાવેતર પણ સમયસર થવા લાગતા ૬૭૭૫૯ હેકટરમાં વાવેતર થઇ ગયુ હતુ. જયારે ચાલુ સિઝનમાં ૨૧મી જુલાઇ સુધીમાં જિલ્લામાં માત્ર ૧૦૭મીમી જ સરેરાશ વરસાદ પડ્‌યો છે. જેમાં માણસા તથા કલોલ તાલુકામાં ઘણો ઓછો વરસાદ રહ્યો છે. જેના કારણે ચાલુ સિઝનનું વાવેતર ૫૨૪૦૭ હેકટરમાં જ થયુ છે. પરંતુ છેલ્લા ૩ દિવસથી પડી રહેલા માફક વરસાદને લઇને ખેડુતોમાં વાવેતર માટે હિંમત આવી છે અને વાવણી શરૂ કરી દીધી છે.

વરસાદ પર નિર્ભર ખેડૂતો રાહ જોઇને બેસી રહ્યા હતા. હજુ વાવણી માટે પૂરતો વરસાદ પડ્‌યો નથી. પરંતુ વાવણી કરીએ અને વરસાદ થોડો પણ ચાલુ રહે તો વાંધો ન આવે. સારા વરસાદની આશાએ ખેડૂતો વાવી રહ્યા છે. વાતાવરણ બદલાય અને તડકો પડે તો નુકશાન થશે.

જિલ્લામાં ખેતપાકોમાં સૌથી વધુ ૨૩૪૭૧ હેકટરમાં કપાસનું વાવેતર થયુ છે. આ કપાસ પિયત છે. હવે બિન પિયતનો વવાશે, ત્યારબાદ ૫૦૦૩ હેકટરમાં મગફળી વવાઇ છે. ૨ હજાર હેકટરમાં ડાંગરનું વાવેતર અત્યાર સુધીમાં થયુ છે. ૮૫૦ હેકટરમાં બાજરી વવાઇ છે. જયારે ૬૦૮૧ હેકટરમાં શાકભાજી તથા ૧૩૫૬૭ હેકટરમાં ઘાસચારો વવાયો છે. જયારે કઠોળ, મકાઇ તથા ગુવાર ગણતરીનાં ખેડુતોએ વાવ્યા છે.  કપાસનું વાવેતર થયુ છે. આ કપાસ પિયત છે. હવે બિન પિયતનો વવાશે, ત્યારબાદ ૫૦૦૩ હેકટરમાં મગફળી વવાઇ છે. ૨ હજાર હેકટરમાં ડાંગરનું વાવેતર અત્યાર સુધીમાં થયુ છે.

Previous articleવાણિજય કોલેજમાં બેઠકો વધારવા માટે એનએસયુઆઈ દ્વારા આવેદન
Next articleપાટનગરની એસ.ટી. કેન્ટીંગને તાળા