પાટનગરની એસ.ટી. કેન્ટીંગને તાળા

1419

રાજયના પાટનગર ગાંધીનગરના એસ. ટી. સ્ટેન્ડમાં રોજના હજારો મુસાફરો અવર-જવર કરતાં હોય છે. તેમને ખાણીપીણી માટે એસ.ટી. તંત્ર દ્વારા કેન્ટીંગ ચલાવવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવે છે. ગાંધીનગરની આ કેન્ટીંગને હાલ તો તાળા વાગી ગયા છે. જેથી એસ.ટી. સ્ટેન્ડથી પસાર થતા મુસાફરો માટે કેન્ટીંગ સગવડને બદલે અગવડ બની રહી છે.

તપાસ કરતાં કેન્ટીંગ કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટનો રેટ એટલો મોટો હોવાને કારણે કોઈપણ સંજોગોમાં પોસાય તેવો ન હોવાથી જુના કોન્ટ્રાકટરે એસ.ટી.ની કેન્ટીંગ રિન્યુ કરવા માટે રામરામ કરી દીધા છે. એવું જ કઈં એસ.ટી. ના પાર્કીંગ સ્ટેન્ડનું પણ છે. જેના રેટ ખૂબ જ ઉંચા હોવાથી કોઈપણ કોન્ટ્રાકટર તે રાખવા તૈયાર નથી. જો કે મુસાફરોની સગવડ માટે એસ.ટી. તંત્રીએ ખૂદ આ પાર્કીંગ સ્ટેન્ડ ચલાવી અખતરો કરેલ છે. અને તેમણે પણ કબુલ્યું હતું કે આટલાં ઉંચા રેટથી કોઈપણ કોન્ટ્રાકટર નફો લઈ શકે તેમ નથી. છતાં પણ રેઢીયાળ તંત્ર દ્વારા કોઈપણ ભાડામાં બાંધછોડ નહીં કરવાના કારણે હાલ તો એસ.ટી. કેન્ટીંગને તાળા લાગી ગયા છે.

Previous articleખેડૂતો વાવણીમાં વ્યસ્તઃ વરસાદના અભાવે ગત વર્ષ કરતા વાવેતર ઓછુ
Next articleટપાલીની બેદરકારી : ત્રણ વર્ષથી ટપાલો વહેંચી જ નથી !