નિયમોની ઐસી કી તૈસી…ખુદ અધિકારીઓની ગાડીઓમાં બ્લેક ફિલ્મ..!!

433

રાજ્યમાં આગામી ૧૬મી સપ્ટેમ્બરના રોજથી ટ્રાફિકના નવા નિયમો અમલી બની રહ્યા છે ત્યારે સરકારી ડ્રાઇવરો તેમજ કર્મચારીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સમજણ આપવામાં આવી રહી છે. જેના અનુસંધાને અમદાવાદ કલેકટર કચેરી અને એસટી નિગમની ઓફિસમાં ડ્રાઇવરોને નવા નિયમો અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ દરમિયાન ડ્રાઇવરો સરકારી ગાડીને ઝડપની મર્યાદાથી વધારે ઝડપે ન ચલાવે તેમજ જરૂરી દસ્તાવેજો સાથે રાખવાની સૂચના આપવામાં આવી હતી. જોકે, અહીં મહત્વની વાત એ છે કે જે અધિકારીઓ સરકારી ડ્રાઇવરોને સૂચના આપવા આપવા માટે આવ્યા હતા તેમની ગાડીઓ જ આરટીઓના નિયમોને ભંગ કરતી જોવામાં આવી હતી.

આ અધિકારીઓની ગાડીઓમાં બ્લેક ફિલ્મ લાગેલી હતી. આરટીઓના નિયમ પ્રમાણે કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવી ન શકાય. સામાન્ય લોકોની ગાડીમાં જો બ્લેક ફિલ્મ હોય તો ચેકિંગ દરમિયાન દંડ ફટકારવામાં આવતો હોય છે અને સ્થળ પર જ બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવે છે. આ મામલે નાયબ કલેકટર ભાવિન સાગરને સવાલ કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે, જો સરકારી વાહનો પર બ્લેક ફિલ્મ હશે તો તેની તપાસ કરવામાં આવશે.

તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે કલેક્ટર કચેરીમાં પડેલી ગાડીઓમાં બ્લેક ફિલ્મ લગાવેલી હતી. એટલું જ નહીં નિયમબંગની જાણકારી ખુદ અધિકારીઓને જ ન હતી. જે બાદ એક ચર્ચા જાગી છે કે સરકાર નિયમ બનાવે છે પરંતુ ખુદ તેમની જ કચેરીઓમાં નિયોમનું પાલન થતું નથી.

Previous articleનાગાલેન્ડ-આસામના ગોંધી રખાયેલા ૧૨ બાળકો સહિત ૯૪ મજૂરોને છોડાવાયા
Next articleભાજપા નેતા ભરત કાનાબારેએ નવા ટ્રાફિક નિયમનાં દંડને ‘અમાનવીય’ ગણાવ્યો