રૂપીયા ૫૦ હજાર ભરેલો થેલો ઉઠાવી બે ગઠીયા છુમંતર થયા

1643

તળાજાની બેંક ઓફ બરોડા શાખામાં ચેકથી નાણા ઉપાડવા આવેલા શખ્સનો નાણા ભરેલો થેલોેની ઉઠાંતરી કરી છુંમતર થઈ ગયા હતા બનાવ અંગે તળાજા પોલીસે ગુનો નોંધી સી.સી.ટીવી કેમેરા ચેક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી વિગત મુજબ તળાજા બાજુના ગામમાં રહેતા ઈરફાન સુલેમાન પાંચા (મેમણ) સવારે ૧૦-૩૦ કલાકે તળાજાની બેંક ઓફ બરોડામાં આવી ચેકથી રૂપીયા ૫૦ હજાર ઉપાડી પોતાની પાસે રહેલા થેલા મુકી કેશ કાઉન્ટરની બાજુમાં રહેલ ખુરશી પર થેલાને રાખી બેક પાસ બુકમાં એન્ટ્રી કરવા ગયા હતા ત્યારે બે અજાણ્યાં શખ્સો થેલાની ઉઠાંતરી કરી નાસી છુટ્યા હતા. થેલામાં રૂપીયાની સાતે ચેકબુક સહિતના અગત્યના ડોક્યુમેન્ટ હતા. બનાવ અંગે ઈરફાનભાઈએ તળાજા પોલીસમાં ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ બી.એમ. લશ્કરીએ હાથ ધરી છે.

Previous articleરૂબેલા રસી લીધા બાદ ૫ બાળકોની તબીયત લથડી
Next articleગુજરાતને દારુબંધીથી જઇ રહેલ ૯૮૬૪ કરોડની ખોટ અંગે નાણાંપંચ વિચારણા કરશે