પુરના પ્રવાહમાં તણાઈને મૃત્યુ પામેલ યુવાનના પરિવારને રૂા. ૪ લાખની સહાય

1622

રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે રહેતો માલધારી યુવાન ધાતરવડી નદીમાં આવેલ ભારે પુરમાં તણાઈ જતા મોત નિપજયું હતું. આ મૃતક યુવાનના પરિવારને રાજય સરકારે રૂા. ૪ લાખની સહાઈ આપી છે.

આજથી બે કે ત્રણ સપ્તાહ પુર્વે અમરેલીના રાજુલા સહિતના પંથકમાં સહિત સર્વત્ર અતિવૃષ્ટીનો માહોલ મંડાયેલો હતો. એ દરમ્યાન નાની મોટી અનેક નદીઓમાં ભારે પુરૂ આવવા સાથે ભયજનક સપાટી વટાવી વહેતી થઈ હતી. જે દરમ્યાન રાજુલા તાલુકાના ખાખબાઈ ગામનો માલધારી યુવાન ભોજા મેરૂ ભરવાડ ધાતરવડી નદીમાં અકસ્માતે તણાઈ જતા ત્રણ દિવસ વિત્યે ચોથા દિવ્સે લાશ અથાગ પ્રયત્નો બાદ મળી આવી હતી. આ ઘટનાને પગલે માલધારી સમાજમાં ઘેરા શોકનું મોજુ ફરિવળ્યું હતું. અને ભોગગ્રસ્તની પત્ની- પુત્રો કફોડી સ્થિતિમાં મુકાઈ જવા પામ્યા હતાં.

આ બનાવને લઈને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ તથા સમાજ સેવી વિનુભાઈ મિસ્ત્રી, રાજુલા ન.પા. પ્રમુખ બાલાભાઈ, ઉપપ્રમુખ, છત્રજીતભાઈ ધાખડા બાબુભાઈ જલંધરા, બાબુભાઈ વાણીયા, રાહુલભાઈ ધાખડા, દિપેનભાઈ ધાખડા, હર્ષદભાઈ, ઈમરાનખાન સલોત, પીઠાભાઈ નકુમ, ધારાસભ્ય અંબરીશભાઈ ડેર સહિતનાઓ દ્વારા તાત્કાલ મરણોત્તર સહાય માટે રાજય સરકારને રજુઆત કરી હતી અને તે અર્થે ધનિષ્ઠ કામગીરી કરી હતી. જેની ફલશ્રૃતિએ સરકારએ મરણ જ નારના પરિવારને રૂા. ૪ લાખ ની સહાય મંજુર કરી છે. જેનો ચેક સેવાભાવીઓ તથા અધિકારીઓ દ્વારા મૃતકના પુત્રો તથા પત્નીને અર્પણ કર્યો હતો.

Previous articleરાણપુરના ટીડીઓ ભાસ્કરની ઉચાપત મામલે ધરપકડ
Next articleભાજપ મહિલા મોરચા દ્વારા વૃક્ષારોપણ