વલ્લભીપુરમાં લીલમશાપીરનો પાટોત્સવ

453

વલ્લભીપુરમાં લીલાઆજરોજ વલભીપુરશહેર  ખાતે આવેલ ખૂબ જ પ્રાચીન જગ્યા એવી લીલમશા ધામ ખાતે લીલમ શાપીર બાપા નો ૨૫ મો પાટોત્સવ ઉજવવામાં આવેલ હતો આ પાટોત્સવમાં દર વર્ષે ની જેમ લીલમશા ધામ ખાતે વલભીપુર શહેરના બાળકો તથા નગરજનોને આમંત્રિત કરવામાં આવેલ છે તથા પાટોત્સવમાં લીલમશા ધામ દ્વારા દરેક લોકોનો ભોજન સમારંભ કરવામાં આવેલ છે લીલમશા પીર દાદાના ૨૫ મો પાટોત્સવ થી વલભીપુર શહેરમાં રખડતા પશુઓ માટે ઘાસ ચારો નાખવાનું પણ એક નવું કાર્ય શરૂ કરવામાં આવેલ છે કહેવાય છે કે પ્રાચીન સમયમાં અહીં રામેશ્વર રત્નેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી અને ચારધામની યાત્રા અહીં આવીને પણ માનવામાં આવતી હતી.