લાઠી પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત ૪ના મોત, ર૮થી વધુ ઘાયલ

3436

અમરેલી જિલ્લાના સારવકુંડલા તાલુકાથી ઉંઝા જવાના રવાના થયેલ એસ.ટી. બસ નંબર જી.જે. ૧૮ ઝેડ ૦૩૧ર ભાવનગર – રાજકોટ રોડ પર લાઠીથી થોડે દુર આવેલ દેરડી અને વરસડા ગામ વચ્ચે સામેથી આવેલ માલવાહક ટ્રક નંબર જી.જે. ૦૩ બીવાય ૪૪પપ સાથે ધડાકાભેર અથડાતાં આ અકસ્માતમાં બસ મુસાફરી કરી રહેલા બે બાળકો સહિત ૪ વ્યકિતઓના ઘટના સ્થળે મોત નિપજયા હતાં. જયારે ર૮થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા સાથે લાઠીથી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકની કેબીનમાં ફસાયેલ ડ્રાઈવર સહિત અન્ય એક મુસાફરને પતરા કાપી બહાર કાઢવામાં આવેલ સમગ્ર ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો છે. આ બનાવની જાણ લાઠી પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બન્ને વાહનોને રોડ પરથી દુર કરાવી ટ્રાફિક પુર્વવત કર્યો હતો. સુત્રો પાસેથી એવી પણ જાણકારી મળે છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજયું છે જે અમરેલી શહેર ભાજપના એક હોદ્દેદારનો પુત્ર હોવાનું પણ જણાવાય રહ્યું છે. સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Previous articleસણોસરાના નિવૃત્ત આર્મીમેનનો સુરતમાં ગળાફાંસો ખાઈ આપઘાત
Next articleવાઈનશોપનાં સંચાલકો દ્વારા સરકારના નીયમોની ઐસીતેસી