હિરાના કારખાનામાંથી રૂા.૫.૩૦ લાખની લૂંટ કરનાર બે સગીર સહિત ૫ ઝડપાયા

1088

શહેરનાં તળાજા જકાતનાકાથી ટોપથ્રી જવાના રસ્તે રાધે ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં આવેલ હિરાના કારખાનામાં વહેલી સવારે પીસ્તલ જેવા હથીયારો સાથે ઘુસી આવી રૂા.૫.૩૦ લાખના હિરા અને રોકડની લૂંટ ચલાવનાર બે સગીર સહિત પાંચ ઈસમોને એલ.સી.બી.ટીમે ઝડપી લીધા હતા અને તમામ મુદ્દામાલ રીકવર કર્યો હતો.

બનાવની મળતી વિગત મુજબ શહેર નજીકનાં તરસમીયા ગામે રહેતાં અને તળાજા જકાતનાકા પાસે રાધેક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં હિરાનું કારખાનું ધરાવતાં અશોકભાઈ પ્રેમજીભાઈ પટેલ ભરતનગર પોલીસ મથકમાં ગત તા.૨૦-૭ના રોજ ફરિયાદ આપી હતી કે ત્રણ બુકાની ધારી શખ્સો વહેલી સવારે ૬.૩૦ કલાકે કારખાનામાં ઘુસી પીસ્તોલ અને છરી બતાવી તીજોરીમાંથી કાચા તૈયાર હિરા અને રોકડ રૂપીયા મલી કુલ રૂા.૫.૩૦ લાખની મત્તાની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતા બનાવ અંગે ભાવનગર એસ.પી. માલની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ટીમે આારોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરતાં અને બાતમીદારોને સતર્ક કરતા આજરોજ શહેરના નિર્મળનગર માધવરત્ન કોમ્પ્લેક્ષમાં લૂંટના હિરા વેચવા માટે આવતાં ચેતન ચીથરભાઈ કુડેચા જયસુખ ઉર્ફે જીપો પોપટભાઈ ચૌહાણ અને જયેશભાઈ ડાંગર તેમજ બે સગીરને ઝડપી લીધા હતા અને પાંચેયની કડક હાથે પુછપરછ કરતાં આરોપી ચેતન ચીથરભાઈ બાજુના કારખાનામાં કામ કરતો હતો અને તેણે અન્ય આરોપીઓને ટીપ આપી હતી પોલીસે લૂંટ કરેલ કાચા તૈયાર હિરા તેમજ ગુનામાં ઉપયોગ બે બાઈક પાંચ મોબાઈલ પીસ્તોલ, સહિતનો કુલ ૫,૭૨૦૦૦નો મુદ્દામાલ રીકવર કર્યો હતો અને આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે અંગેની પુછપરછ હાથ ધરી છે.

Previous articleપાલીતાણા પાર્ટીપ્લોટમાં આગ
Next articleશહેરમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી યથાવત