૯ લાખ લીટરની કેપેસીટી વાળો સંપ તુટી પડ્યો

1464

દામનગર શહેર ના પાણી પુરવઠા બોર્ડ ની કચેરી કમ્પાઉન્ડ માં આવેલ ત્રણ સંપ પેકી એક નંબર નો સંપ બપોર ના ૩-૧૫ કલાકે ધડાકા ભેટ તૂટી પડ્યો નવ લાખ લીટર પાણી શુદ્ધ કરવા ની ક્ષમતા ધરાવતો  સંપ અચાનક તૂટી પડવા નું કારણ શું ? કાળુભાર પાણી પુરવઠા યોજના હેઠળ ની વિશાળ સંકુલ ધરાવતી કચેરી માં એક એક લાખ લીટર ની સંગ્રહ શક્તિ ધરાવતા ઓવર હેડ પણ પડવા ની રાહ માં છે બાજુ માં મોટી રહેણાંક વસાહત માટે ખતરા રૂપ ઓવર હેડ પણ પડું પડું થઈ રહ્યા છે. ત્યારે આજે બપોરે ના સમયે અચાનક નવ લાખ લીટર પાણી શુદ્ધ કરવા ની ક્ષમતા ધરાવતો  સંપ ધડાકા ભેર તૂટતા અફડા તફડી જોવા મળી સદનસીબે કોઈ જાનાહાનિ નથી થઈ પણ આ સંપ અને ઓવર હેડ એકદમ રેઢી અવસ્થા માં આટલી મોટી પાણી પુરવઠા બોર્ડ  કચેરી ને કોઈ કમ્પાઉન્ડ નથી કોઈ દેખરેખ નહિ દામનગર સહિત વીસ થી વધી ગ્રામ્ય ની પાણી પુરવઠો પહોંચાડતી કચેરી સંપૂર્ણ રેઢી રહે છે સમગ્ર કચેરી માં દરેક ઇમારત જોખમી દેખરેખ અભાવે મોટી દુર્ઘટના પહેલા તંત્ર જાગે તે જરૂરી છે.

દામનગર સહિત ખારાપાટ વિસ્તાર સુધી પાણી પહોંચાડતી કાળુભાર યોજના સિત્તેર કિમિ કરતા વધુ વિસ્તાર માં લાઈનો મારફતે મહીંપરીએજ યોજના નું પાણી વહન કરે છે એટલા મોટા વિસ્તાર માં પાણી વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ રેઢી કચેરી કોઈ જવાબદારી વગર અઠેગઠે ચાલે છે જે અનેકો જોખમ ઉભા કરી શકે તેવી બેજવાબદાર ભર્યો વહેવાર કેમ? કચેરી માં કોઈ પણ ક્વાર્ટર રહેવા લાયક નથી એક લાખ લીટર પાણી ની ક્ષમતા ધરાવતા બંને ઓવર હેડ પડવા ની તૈયારી માં તંત્ર કોઈ મોટી દુર્ઘટના ની રાહ છે કે કેમ ? વિશાળ કચેરી સંકુલ માં કોઈ દેખરેખ નહિ કમ્પાઉન્ડ હોલ વગર ભારે ઉપદ્રવ ધરાવતી પાણી પુરવઠા બોર્ડ ની કચેરી નો સંપ તૂટવા નું કારણ શું ? આ સંપ તૂટ્યો કે તોડવા માં આવ્યો? દુર્ઘટના સમયે કોઈ કર્મચારી હતા કે કેમ?  અતિ જીર્ણ અવસ્થા ની કાળુભાર પાણીપુરવઠા કાળો કારભાર ચાલતો હોવા ની ગધ અનેક વખત ચર્ચા ઓ માં સાંભળવા મળે છે.

Previous articleસ્કુટરની ડીકીમાંથી સાડા છ લાખની ચોરી
Next articleકડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીબીએ કોલેજ દ્વારા “એક્ષ્પોર્ટ પ્રોસીઝર એન્ડ ડોક્યુમેન્ટેશન” સર્ટીફીકેટ કોર્સ  દ્વિતીય બેચનું  સમાપન