પાલીતાણામાં સરાણીયા બજાર નજીકથી ઈંગ્લીશ દારૂ અને બિયરના ટીન સાથે એક શખ્સને પાલીતાણા ટાઉન પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
પાલીતાણા ટાઉન પો.સ્ટે.ના પો.ઈન્સ. વી.એસ. માંજરીયાની સુચનાથી હેડ કોન્સ. એમ.જી. રાણા, પો.કોન્સ. યુવરાજસિંહ જાડેજા, પો.કોન્સ. વિગેરે સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે સરાણીયા બજાર લાડનશા પીરની દરગાહ પાસે પાલીતાણામાં પરપ્રાંતિય દારૂનો જથ્થો રાખી દારૂનું વેચાણ કરે છે તેવી હકિકત મળતા બાતમીવાળા જગ્યા ઉપર રેઈડ કરતા મહેશભાઈ ઉર્ફે મયલો માધુભાઈ ચૌહાણ રહે.દાણાપીઠ સરાણીયા બજાર પાલીતાણાના કબ્જામાંથી દારૂની બોટલ નંગ-૦૩ મળી કિ.રૂા.૧ર૦૦ તથા બિયર ટીન નંગ-૪ કિ.રૂા.૪૦૦ મળી કુલ રૂા.૧૬૦૦ના મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબ્જે કરેલ. ઈસમ રેઈડ દરમ્યાન હાજર મળી આવી ગુન્હો કરેલ હોય તેની સામે પ્રોહી. ૬પએઈ, ૧૧૬ (બી) મુજબ ધોરણસર હેડ કોન્સ. એમ.જી. રાણા ફરિયાદ આપેલ.
 
			 
		
















