રાજુલા ખાતેની CZMP લોક સુનાવણીમાં જોરદાર વિરોધ

765

આજરોજ રાજુલા કલેકટર કચેરી ખાતે જીલ્લા કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામાં સીઝેડએમપી લોક સુનાવણીની યોજાઈ હતી. આ લોક સુનાવણી કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટીફીકેશન ર૦૧૧ની જોગવાઈઓનો અનુસંઘાને અને ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ મુજબ દરિયાકાંઠાના ગામોના નકશાઓ સરકારએ તૈયાર કરેલ હતાં. જે મુજબ ર વર્ષમાં સમગ્ર ગુજરાત અને ભારત દેશના દરિયાકાંઠાના સી.આર.ઝેડ, એરિયાના નકશામાં તૈયાર કરવાના હતે જેથી કોર્ટના દબાણ વશ અધૂરા અને અધકચરા અને અનેક ખામીઓ જોવા મળી હતી. જેનો દરિયાકાંઠાના ર૯ ગામના લોકોએ, સ્થાનિક સંગઠનોએ ધારાસભ્ય અમરીશભાઈ ડેરે વિગેરે ઉગ્ર વિરોધ કર્યો હતો. અને લોક સુનાવણી મોકુફ રાખવા જોરદાર અને ઉગ્ર રજુઆતો થઈ હતી.

રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે વાંધાઓ લીધા હતા કે આ સુનાવણી મોકુફ રાખી લોકોને નકશાઓ પુરા પાડી, લોકોને પુરી જાણકારી આપી, અને લોકો વાંધાઓ રજુ કરી શકે તે રીતે સુનાવણી કરવામ ાંગ કરી હતી.

ચેતનભાઈ વ્યાસએ લોક સુનાવણી રદ કરી ફરી વખત કરવા આ મુજબ વાંધાઓ લીધા હતાં. (૧) ગામોની અંદર સીઝેડઅમેપી અંગેની વિગતો આપવામાં આવી હતી જે ફકત અહેવાલ અને જમીનના સર્વે નંબરો જ હતાં. પરંતુ મૂળ પાયાની વસ્તુ જે ગામનો નકશો હોવો જોઈએ તે કોઈપણ ગામે આપેલ નથી. જે અંગેની રજૂઆત થતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધીકારી ફાલ્ગુન મોદીએ પણ સ્વીકાર્યુ અને કહ્યું કે નકશાઓ કોઈપણ ગામના આપવામાં આવેલ  નથી. અધુરી વિગત હોવાને કારણે આ સુનાવણી મોકૂફ રાખવા કરે હતી.

તેમજ અરવિંદ ખુમાણ દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્દ્રનાએ સીઝેડએમપી મુદ્દે નીચે મુજબના વાધાંઓ લઈ સુનાવણી રદ કરવા માંગણી કરી કહ્યું હતું કે (૧) સીઝેડએમપીના જે નકશાઓ નેટ પર મુકવામાં આવ્યા છે અને સુનાવણીમાં જે નકશાઓ અલગ છે આ રીતે લોકોને સુનાવણીમાં પણ કોટી વિગતો બતાવવામાં આવી છે. ના જે નકશાઓ નેટ પર છે તે ટુકડાઓમાં જ ે જેથી કોઈ ગામનો પુરોન કશો નેટ પર ના હોય લોકો નકશાઓ સમજી શકય નથી તેમજ ગ્રામ પંચાયતોની પણ નકશાઓ આપેલ નથી (૩) નકશામાં પાછીમારોની બોટો લાંગરવાના સ્થળ, માછલીઓ સુકવવાના સ્થળ, જેટી માછીમારી ગામો દર્શાવેલ નથી. (૪) દરિયાકાંઠાના મેન્ગૃઝના જંગલો જે છે તેને કરતા ઓછા બતાવેલ છે. (પ) નકશામાં દરેક ગામના સર્વે નંબર નથી બતાવ્યા, ગામના નામ નથીબ તાવ્યા જેથી લોકો પોતાના ગામની જમીનને ઓળખી શકતા નથી અને વાંધા લઈશ કતા નથી જેથી સુનાવણી રદ કરો અને ફરીવાર લોક સુનાવણી યોજવા માંગણી કરી હતી.

Previous articleબોટાદમાં અભયમ્‌ની સરાહનિય કામગીરી
Next articleનંદકુંવરબા કોલેજમાં ડો.એ.કુમારનું વ્યાખ્યાન