અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

1515

અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર દ્વારા જ્ઞાતિના નવયુવાન વિદ્યાર્થી ભાઈ-બહેનોને તથા ઉચ્ચ અભ્યાસ કરી શ્રેષ્ઠ હોદ્દા પર સેવારત જ્ઞાતિ રત્નોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

તાજેતરમાં શહેરના કરચલીયાપરા બજરંગ વ્યાયામ અખાડા સામે આવેલ કોળી જ્ઞાતિની વાડી ખાતે અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર શહેર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિ પ્રમુખ તથા મુકેશભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ધો.પ થી ૧ર તથા કોલેજ અને અન્ય ઉચ્ચ ડિગ્રીમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનારા ૧૯૦ વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અભ્યાસ થકી શ્રેષ્ઠ કારકિર્દી ઘડી ડોક્ટર, વકીલ, ઈજનેર, શિક્ષક સહિતના પદ પર સેવારત યુવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જ્ઞાતિના મનજીદાદા, ચીમનભાઈ યાદવ, લક્ષ્મણભાઈ પાંચાભાઈ બારૈયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleઢુંઢસર ગામના કુવામાંથી કોહવાયેલી હાલતે લાશ મળી
Next articleગિજુભાઈ કુમાર મંદિર ખાતે રસીકરણ કેમ્પ યોજાયો