રાજુલા ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલન યોજાયું

1360

પ્રધાનમંત્રી ફસલ યોજનામાં અમરેલી જિલ્લાને વીમો અપાયો હતો જેમાં રાજુલાને વીમો નહિં મળતા આજરોજ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોનું સંમેલન મળ્યું હતું. જેમાં સરકાર વિરૂદ્ધ મગફળી કૌભાડ સહિતના પ્રશ્ને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને રાજુલાને પાકવીમો આપવા ઉગ્ર માંગણી કરી હતી. ખેડૂતોના આ અન્યાય બાબતે જાહેર સભા બાદ રેલી કાઢી પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ તકે કોંગ્રેસના બાબુભાઈ રામ મીઠાભાઈ લાખણોત્રા બાબુભાઈ જલોધરા, ભરતભાઈ સાવલિયા, ધારાસભ્ય અમરીશ ડેર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. રાજુલા જાફરાબાદ પીપાવાવની પોલીસે ચુસ્ત બંદોબસ્ત ફાળવ્યો હતો.

આ બાબતે ભાજપના માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી યાર્ડમાં ચેરમેન જીગ્નેશ પટેલ વરાજ વરૂ અરજનભાઈ વાઘે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી સમક્ષ રૂબરૂ રજુઆત કરી છે બહુ  જલ્દી વીમો મળી જશે આજની સભામાં પ૦ હજાર ખેડૂતોમાંથી માત્ર પ૦૦ ખેડૂતો આવ્યા હતાં. કોંગ્રેસનો ફુગ્ગો ફુટી ગયો છે અને જનતા હવે કોંગ્રેસને ઓળખી ગઈ છે અને સંમેલનનો ફિયાસ્કો થયો હતો.

Previous articleઘોઘા ખાતે રસીકરણ કેમ્પ યોજાયો
Next articleરાજુલાના છતડીયા – ઉચૈયાનો બિસ્માર માર્ગ સત્વરે રીપેર કરવા ગ્રામજનોની ઉગ્ર માંગ