શ્રાવણના પ્રથમ સોમવારે શિવમંદિરોમાં ભાવિકોની ભીડ

1199

ભગવાન શિવજીની ભક્તિ અને આરાધના કરવાના પવિત્ર શ્રાવણ માસનો પ્રરંભ થયેલ જેના આજે પ્રથમ સોમવારે શહેર અને જીલ્લાભરના શિવમંદિરોમાં સવારથી જ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતાં અને હર-હર મહાદેવ તથા ઓમ નમઃ શિવાયના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતાં. શહેરના ભીડભંજન મહાદેવ મંદિર, બિલેશ્વર મહાદેવ મંદિર તથા કામનાથ મંદિર સહિતના શિવાલયોમાં આસ્થાભેર ભાવિકોએ પુજા-અર્ચના સાથે દૃશન કર્યા હતાં. તેમજ દુધ તથા  જળનો અભિષેક કરીને બિલીપત્ર ચઢાવી ભગવાન શિવજીની પૂજા કરીહ તી. આમ આજે શ્રાવણમાસના પ્રથમ સોમવારે શિવમંદિરોમાં ભાવિકોની ભીડ રહેવા પામી હતી.

Previous articleઅંખડભારત સ્મૃતિદિન નિમિત્તે યુવા ભાજપ દ્વારા આજે મશાલ રેલી
Next articleતમામ ભાષાની ફિલ્મ કરવા ખુબસુરત શ્રુતિ હસન ઇચ્છુક