વ્યસનમુક્તિ : વિદ્યાર્થીઓ તથા યુવકો માટે ધર્મગુરૂનું પ્રવચન ઘણું ઉપયોગી નિવડી શકે

2828

જુદી-જુદી શાળા કોલેજોમાં આરોગ્ય જાગૃતિ તથા વ્યસનમુક્તિ પ્રવચનો આપવાનુંબ ને છે. વિદ્યાર્થીઓ (શિક્ષકો પણ) અમુક પ્રમાણમાં વ્યસનો છોડે પણ છે. આ માટે ૪૦ પુસ્તીકા પણ પ્રકાશીત કરી છે. આ બાબત અન્ય પ્રવૃત્તિઓ પણ કરી છે. જે માટે મેડીકલ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ રાષ્ટ્ર સેવા કાર્યનો નેશનલ એવોર્ડ ૧૯૯૮માં મને આપયો છે. છતાં મારૂ દ્રઢપણે માનવું છે કે વ્યસનમુક્તિ માટે કે આરોગ્ય જાગૃતિ માટે ધર્મગુરૂ કે સંતનું પ્રવચન જે કાર્ય કરી શકે તેની સરખામણીએ અમારા જેવા તબીબોનો પ્રભાવ ખૂબ વામણો લાગે. પાંચ કે સાત વર્ષ પહેલા ભાવનગરના કલેકટર હસમુખ અઢીયાએ આ અનુસંઘાને ૧૦-૧ર વ્યસનમુક્તિ પ્રેમીઓની મિટિંગ બોલાવી વિગતે ચર્ચા કરી. નશાબંધી ખાતાવાળા પણ હાજર હતાં. મે ઉપરોકત હકિક્ત કહી કે મોટા ધર્મગુરૂ આ ક્ષેત્રે ખુભ પ્રભાવ પાડી શકે. આ સચોટ દલીલોથી કલેકટર પ્રભાવિત થયા. અમારા જેવા તબીબી કેટલીકવાર હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાય જાય છે, અમારા સ્નેહી હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડે મોરારીબાુપને સત્ય વાર્તા કહી : જો આપના કોઈ મોટા સંત જે પોતાના કપડા જાહેરમાં ધોતા નજરે પડે તો તેની તસવીરો છાપામાં છપાય. સ્વાશ્રય, શ્રમ અને સાદાઈવાળા સંતની પ્રસંશાની પ્રસિદ્ધિ ટી.વી. તથા છાપાઓમાં આવે. પરંતુ જો અમારા જેવા કોઈ જાહેરમાં કપડા ધોવા બેસે તો ત્યાંથી પસાર થનારા સહું એકેક લુગડુ (કપડુ) મુકતા જાય. અમારૂ પણ ધોઈ નાખજો હારોહાર. પ્રસંશાને બદલે કપડાનો ઢગલો થાય. સ્વાશ્રય કરવા જતા ખુદ ધોવાય જઈએ.
ખેર, આતો મજાક છે, આપણી શુભેચ્છાથી ઘણી સફળતા મળી છે. છતાં શિક્ષણ સંસ્થાઓને વિનંતી કે વ્યસનમુક્તિ – આરોગ્યજાગૃતિ માટે અમને ભલે બોલાવે, પરંતુ ધર્મગુરૂને તો ખાસ બોલાવે. વ્યસનમુક્તિ આરોગ્ય જાગૃતિ જરૂર વધશે.
ધુમ્રપાન એટલે મોતને નિમંત્રણ
તાજેતરમાં ન્યુયોર્કમાં યોજાયેલી વર્લ્ડ કોન્ફરન્સમાં ત્યાંના હેલ્થ કમિશ્નર ડો. હોલીસ એસ. ઈન્ગ્રીહામે જણાવ્યું કે બંદુક, રીવોલ્વરની તમામ ગોળીઓ, તમામ રોગના જંતુ અને રોગનાં વાયરસ બધાથી થતાં નુકસાન કરતાં ધુમ્રપાન વધુ ખતરનાક છે. ડો. ઈ. કયુલર અને ડો. કેનીયલ હોન (અમેરિકન કેન્સર સોસાયટી) સાથે રર૦૦૦ સંશોધકો દ્વારા લગભગ બે લાખ લોકોનું સર્વે કરી તારણો કાઢયા કે (૧) કોઈપણ જાતનું ધુમ્રપાન આયુષ્ય ઘટો છે. (૧૦ થી ૧પ ટકા) (ર) સીગારેટ વધુ નુકશાનકારક છે. (૩) વધુ સીગરેટથી મોત વધુ વ્હેલુ આવે. (૪) મૃત્યુ પ્રમાણ ૬૮ ટકા વધુ (પ) રોજ અર્ધુ પેકેટ પીનારામાં ૩૪ ટકા, એક પેકેટ પીનારામાં ૭૦ ટકા, દોઢ પેકેટ પીનારામાં ૯૬ ટકા, બે પેકેટથી વધુ પીનીરામાં ૧ર૩ ટકા મૃત્યુ પ્રમાણ. (૬) ફેફસાના કેન્સરની શકયતા ર૧૦૦ ટકા વધારે (ન પિનારાની સરખામણીમાં (૭) બે પેકેટ પીનારમાં ર૦૦૦ ટકા વધુ શક્યતા છે. (૮) હૃદયરોગથી મૃત્ય બે પેકેટ પીનારામાં ૧૪૧ ટકા વધુ છે. (૯) હોજરીમાં થતાં ચાંદાથી મૃત્યુ પ્રમાણ પ૧ ટકા, નાના આંતરડાના ચાંદાથી મૃત્યુ પ્રમાણ ૧૧૬ ટકા વધુ (૧૦) સીરોસીઝ લીવર (યકૃતનો ભયંકર જીવલેણ રોગ) પ૦ ટકા વધુ (૧૧) કિડનીમાં કેન્સર પ૮ ટકા વધુ (૧ર) હોજરીમાં કેન્સર ૬૧ ટકા વધુ (૧૩) પ્રોસ્ટેટ કેન્સર ૧૧૪ ટકા વધુ (૧૪) લીવર તથા પિત્તાશય કેન્સર ૩પર ટકા વધુ (૧પ) ગર્ભનિરોધક ગોળી લેનાર સ્ત્રી ધુમ્રપાન કરે તો હૃદયરોગનું પ્રમાણ વધે, ગર્ભની વૃદ્ધિ ઘટે, બાળકનું વજન ઓછું થ ાય, બાળક મરેલું જન્મે તથા ગર્ભપાત તથા વહેલી સુવાવડની સંભાવના વધે. તમાકુ, ધુમ્રપાન વગેરેની ભયાનકતા વિષે વધુને વધુ માહિતી પુરી પાડવી જરૂરી છે. સિગરેટના પેકેટ પર લખેલું હોય છે કે તમાકુ આરોગ્ય માટે હાનીકર્તા છે. પરંતુ આ હાની કેટલી ભયંકર છે તેની માહિતી સીગરેટ, બીડી, ગુટકા, તમાકુ, દારૂ વગેરેની સાથે પુરી પાડવી જરૂરી છે. જે રીતે દવાની બોટલમાં દવાના કાયદા સાથે આડઅસર પણ જણાવવી ફરજિયાત છે તેમ. ધુમ્રપાનમાં ૪૦૦૦ રસાયણો છે, તેમાંના ૪૩ કેન્સર માટે જવાબદાર છે. ધુમ્રપાન કરનારાને કેન્સર થવાની સંભાવના ર૦૦૦ ટકા વધુ છે. આયુષ્ય પર સીગરેટે ૬ મિનિટ ઘટે છે. વગેરે માહિતી આવા વ્યસનો સાથે આપવી ફરજિયાત બનાવવી જરૂરી છે. જે મોટા અક્ષરે માતૃભાષામાં પણ હોવી જરૂરી છે. વેચાણ સ્થળે પણ વ્યસનથી થતા ગેરફાયદાની યાદીનું લીસ્ટ રાખવું ફરજિયાત બનાવવું જરૂરી છે.

Previous articleઅખંડ ભારત સ્મૃતિ દિવસ અન્વયે શહેર યુવા ભાજપ દ્વારા મશાલ રેલી યોજાઈ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે