પૂર્વ ભારતીય ક્રિકેટ સુકાની અજીત વાડેકરનું નિધન થયું

1371

પૂર્વ ભારતીય ટેસ્ટ સુકાની અને પૂર્વ મુખ્ય સિલેકટર અજીત વાડેકરનું ૭૭ વર્ષની વયે નિધન થયું છે. વાડેકર લાંબા સમયથી બિમાર ચાલી  રહ્યાં હતાં.વાડેકરના મોતથી દેશ  વિદેશની સાથે સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી

તેમના નિધન  પર વડાપ્રધાન  નરેન્દ્ર મોદી,રમત ગમત મંત્રી,વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ,પૂર્વ ખેલાડીઓ  અનેક ખેલ જગત સાથે જોડાયેલા  લોકોએ તેમના નિધન પર શોકની  લાગણી વ્યકત કરી છે. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ ટ્‌વીટ કરી શોક વ્યકત કર્યો  છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે ક્રિકેટમાં અપૂર્વ યોગદાન માટે વાડેકરને હંમેશા યાદ રાખવામાં આવશે

વાડેકરના  નેતૃત્વમાં જ ભારતે ૧૯૭૧માં ઇગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝને ટેસ્ટ મેચમાં પરાજય આપ્યો હતો.આ ઇગ્લેન્ડની જમીન પર ભારતની પહેલી ટેસ્ટ જીત હતી. ૧ એપ્રિલ ૧૯૪૧માં જન્મેલ અજીત વાડેકરે ૧૯૬૬માં  વેસ્ટ ઇન્ડિઝની વિરૂધ્ધ પોતાની ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું.તેમણે ૩૭ ટેસ્ટ મેચોમાં ૭૧ ઇનિગ્સ રમી હતી અને ૨૧૧૩ રન કર્યા હતાં પોતાના ટેસ્ટ કેરિયરમાં તેમણે એક સદી અને ૧૪ અડધી સદી કરી હતી. પોતાના દૌરમાં ઉમ્દા ખેલાડી રહેલ વાડેકર ૩ નંબર પર રમનાર વિશ્વાસપાત્ર બેટસમેન રહ્યાં છે.તેમણે જ પહેલીવાર વિદેંશી ધરતી પર ટેસ્ટ સીરીજમાં ભારતને પહેલી જીત  અપાવી હતી. તે ભારતીય એક દિવસીય ક્રિકેટ ટીમના પહેલા સુકાની પણ રહ્યાં હતાં. ૧૯૯૦ દાયકાની મોહમ્મદ અઝહરૂદ્દીનના સુકાનીના દૌરમાં વાડેકર ભારતીય ટીમના મેનેજર પણ રહ્યાં હતાં આ ઉપરાંત તે પસંદગી સમિતિના અધ્યક્ષ પણ રહ્યાં હતાં.

ઘરેલુ ક્રિકેટમાં પણ તેમનું પ્રદર્શન સારૂ રહ્યું હતું. ૧૯૬૬-૬૭ની રણજી ટ્રોફી મેચમાં તેમણે ૩૨૩નો સર્વશ્રેષ્ઠ સ્કોર મૈસુરની વિરૂધ્ધ બનાવ્યો હતો વાડેકરે કુલ ૧૮ દલીપ ટ્રોફી મેચ રમી જેમાં છમાંથી તેઓ વેસ્ટ જોનના સુકાની રહ્યાં.તેમણે છ વાર બુંબઇ ટીમની સુકાની પણ કરી.૧૯૬૭ના ઇગ્લેન્ડ દૌર દરમિયાન વાડેકરે કાઉન્ટી મેચોમાં ૮૩૫ રન બનાવ્યા હતાં.ભલે જ આ મહાન બેટસમેન અને થેલાડી આજે આપણી વચ્ચે રહ્યાં નથી પરંતુ ક્રિકેટ તેમના યોગદાનને હંમેશા યાદ રાખશે.

Previous articleસાનિયા મિર્ઝાએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી, પાકિસ્તાની ફેન્સ ભડક્યા
Next articleભારતી ક્રિકેટ ટીમની એક મીનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પી