ભાવનગર શહેરમાં રસીકરણથી વંચિત બાળકોને હવે ર સપ્ટેમ્બર સુધી રસી અપાશે

1054

 

ભાવનગર તા. ૧૬

ભાવનગર શહેરી વીસ્તારોમાં રસીકરણથી વંચીત કરી ગયેલા બાળકોને હવે બે સપ્ટેમ્બર સુધી રસી આપવામાં આવશે.

સરકારના રસીકરણ કાર્યક્રમ  અંગે આજે કમિ. ગાંધીના અધયક્ષ પદે એક મહત્વ પુર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં મુસ્લિમ સમાજના ધર્મગુરૂઓ આગેવાનો અન્ય લોકો હાજર રહ્યા હતાં. રસીકરણના આ કાર્યક્રમ અંગે તા. ૧૪મી ઓગષ્ટ સુધીમાં ૮ર હજાર ૮૦ જેટલા બાળકોને રસી અપાયાનો રિપોર્ટ રજુ થયેલ. પાંચ લક્ષાંક કરતા ઓછા બાળકોને રસી અપાયાને વિગત જાહેર થતા લક્ષાંક પ્રમાણે બધા જ બાળકોને રસી આપવા લોક જાગૃતિ કેળવવા બેઠકમાં ચર્ચા થવા પામેલ કમિ. ગાંધીએ વંચિત બાળકોને તાત્કાલિક રસી આપવા અપિલ કરેલ. બેઠકમાં ડો. સિંહાએ રસીકરણ અંગેનો રિપોર્ટ રજુ કર્યો હતો.

રસીકરણના કાર્યક્રમમા પર ટકા કામગીરી થતા પુરા લક્ષંકને પહોંચવા આ રસીકરણ કાર્યક્રમને વેગવાન બનાવીને રસી લેવાથી વંચીત બાળકોને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવા કમિશ્નરે વિગતે લોકોને સમજણ આપી હતી.

 

Previous articleફેદરા ગામે જુથ અથડામણ, વૃધ્ધનું મોત
Next articleડીએસપી ઓફિસ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ