કોંગ્રેસના માયનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

782

તા. ૧પ-૮ને બુધવારે ભાવનગર કોંગ્રેસ માયનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા ભારત દેશના ૭રમાં સ્વતંત્ર દિવસની બાર્ટન ચોક ખાતે ગુજરાત માયનોરીટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ ગુલાખાન રાઉમાંની અધ્યક્ષણામાં દેશ ભક્તના ગીત સંગીત ઓરકેસ્ટ્રા સાથે હિન્દુ મુસ્લિમ બન્ને કોમે જ એકતા સાથે આ દેશ માટે શહિદી વ્હોરી તેની સર્વ વકતાઓએ બિરદાવી ઉજવણી કરવામાં આવેલ.

આ પ્રોગ્રામમાં કોંગ્રેસ માયનોરીટી ડિપાર્ટમેન્ટ સોરાષટ્ર ઝોનના ચેરમેન ઈસ્લામભાઈ મેતર, સ્ટેટ કો-ઓડીનેટર સાઝીદભાઈ કાઝી, ઈકબાલ આરબ, મુસ્લિમ સમાજના આગેવાન જાવેદભાઈ દૌલાએ, કોંગ્રેસના અગ્રણીઓ, ખાસ મહેમાન તરીકે હાજરી આપેલ.

આ પ્રોગ્રામને સફળ બનાવવા ભાવનગર શહેર પ્રમુખ અનવરખાન પઠાણ, આરીફભાઈ ગોલ્ડન, પ્રફુલભાઈ શાહ, અકરમ ખોખર, આરીફ ગોગદા, જાહીદ સૈયદ, ઝુલફીકાર અલી, તોશિફ પઠાણ, અફઝલ ખાન તેમજ સમગ્ર માયનોરીટી ટીમે ખુબ જ જહેમત ઉઠાવેલ. આ કાર્યક્રમભાઈ લાભુભાઈ કાત્રોડીયા, પ્રકાશભાઈ વાઘાણી, ધીરૂભાઈ કરમટીયા તથા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતાં. અને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્‌ઋા પાઠવી હતી. જયારે  આગેવાનોએ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવા બદલ શહેર કોંગ્રેસ માયનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન અનવરખાન પઠાણને શુભેચ્છા આપી હતી.