નોટિંઘમ ટેસ્ટમાં રિષભ પંત,શિખર ધવનની એન્ટ્રી થાય તેવી સંભાવના

1235

ઇગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં થયેલી કારમી હાર ભારતીય ટીમ ભૂલી શકશે નહી. ટીમના ખરાબ પ્રદર્શન અને સિલેક્શનમાં થયેલી ભૂલોમાંથી બોધપાઠ લઇને ભારતીય ટીમ મેનેજમેન્ટ જાણે છે કે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝમાં  પ્રતિદ્વંદી બની રહેવા માટે ટીમમાં મોટા ફેરફાર કરવા પડશે.

જેમાં પહેલું પગલું દિલ્હીના યુવા વિકેટકીપર બેટ્‌સમેન ઋષભ પંતને ટીમમાં સમાવેશ કરવાનું હોઈ શકે છે સાથે સાથે શિખર ધવન ટીમમાં પાછા ફરે તેવી સંભાવના છે. હમણા જ ઇજામાંથી ઉભરેલા બોલર જસપ્રિત બુમરાહને પ્લેયિંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.

દિનેશ કાર્તિકનું પ્રદર્શન ખરાબ રહ્યું છે અને ગુરૂવારે પ્રેક્ટિસ દરમિયાન જોવા મળ્યું કે ઋષભ પંત શનિવારથી શરૂ થતી ત્રીજી ટેસ્ટ મેચ રમી શકે છે. આ બાબતે કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે તમને પંત માટે શનિવાર સવારે ૧૧ વાગ્યે જાણ થઇ જશે. જો કે ટ્રેંટ બ્રિજમાં ભારતના પહેલા પ્રેક્ટિસ સેશનમાં પંતે વિકેટકીપિંગ સાથે બેટિંગની પ્રેક્ટિસ કરી હતી જ્યારે કાર્તિક આ પ્રેક્ટિસમાં હાજર નહતો.

બીજી તરફ પોતાની કેપ્ટનશીપને સંભાળતા વિરાટ કોહલી સંપૂર્ણ રીતે ફીટ ન હોવાનું સૂત્રો જણાવે છે. પ્રેક્ટિસ પહેલા તેણે દવાઓ લીઘી હતી અને ટીમ સાથે વોર્મ અપમાં પણ ભાગ નહોતો લીધો.

જો કોહલી રમશે તો શિખર માટે કે.એલ. રાહુલ અને મુરલી વિજયમાંથી એકને બહાર કરવો પડશે. પહેલી ટેસ્ટ  પછી શિખરને ટીમમાંથી બહાર કરાયો હતો પરંતુ લોડ્‌ર્સના બન્ને દાવમાં એકપણ રન ન બનાવી શકનાર મુરલી વિજય ત્રીજી ટેસ્ટમાં ટીમ બહાર હોઇ શકે છે.

જો કે નોટિંઘમમાં વરસાદની સંભાવનાઓ છે એવામાં કુલદીપ યાદવની જગ્યાએ જસપ્રિત બુમરાહને સ્થાન મળી શકે છે. કુલદીપને લોડ્‌ર્સમાં તક નથી મળી. જો કે માનવમાં આવી રહ્યું છે કે ટ્રેંટબ્રિજમાં ફાસ્ટર બોલરોને લોડ્‌ર્સ જેવી મદદ નહીં મળે પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટ આ મહત્વની મેચમાં હાર્દિક પંડ્યા સાથે ચાર ઝડપી બોલરોને એક સાથે ઉતારી શકે છે.

Previous articleઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા સિદ્ધુ પાકિસ્તાન પહોંચ્યા
Next articleપાકિસ્તાનના ક્રિકેટર નાસિર જમશેદ ફિક્સિંગમાં દોષિત,૧૦ વર્ષનો લાગ્યો બેન